તળાજાના ત્રાપજ નજીક દારૂ અને બીયર ભરેલી પિકઅપ સાથે એક ઝડપાયો
પોલીસે 1000થી વધુ બોટલ સહિત રૂા.9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભાવનગરના તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીકથી અલંગ પોલીસે વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ભરેલ બોલેરો પીકઅપ વાહન સાથે એક શખ્સને ઝડપી લઇ રૂૂ. 09 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી દારૂૂનો જથ્થો આપનાર અને મંગાવનારા મળી કુલ 6 શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. દારૂૂનો આ જથ્થો અયાવેજ ગામમાં પહોંચાડવાનો હોવાનું ઝડપાયેલા શખ્સે પોલીસને જણાવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ અલંગ પોલીસ સ્ટાફ ગત મોડી રાત્રીના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ત્રાપજ ગામ નજીક આવેલ બાયપાસ બ્રિજ પાસે વોચમાં રહીને ત્રાપજ તરફથી આવી રહેલ સફેદ કલરની બોલેરો મેક્સ પિકઅપ વાહન નં.જી.જે.04-એ.ડબલ્યુ-9305 ને અટકાવી તપાસ કરતા પીકઅપમાં ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 852 બોટલ, કિં. રૂૂ.2,86,320/- તેમજ બિયરના ટીન નંગ-168, કિં. રૂૂ.16,800/- મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂૂ, બિયરનો જથ્થો, બોલેરો પીકઅપ તેમજ એક મોબાઇલ મળી કુલ રૂૂ.9,08,120/- ના મુદ્દામાલ સાથે બોલેરોના ચાલક દીપક માધાભાઈ બારૈયા ( રહે. નવા રતનપર, તા.જિ. ભાવનગર ) ની ધરપકડ કરી હતી.
આ શખ્સની પૂછપરછ કરતા તેણે શિહોરમાં રહેતા ભાવેશ ઉર્ફે બાવલો જેઠાભાઈ ચાવડા અને મુકેશ ઉર્ફે મુન્નો ઉર્ફે ઢેકાળો રમણીકભાઈ સોલંકી એ બોલેરો પીકપ આપીને ત્રાપજ મોકલ્યો હતો અને ત્યાં એક વ્યક્તિ વાહનમાં દારૂૂનો જથ્થો ભરી આપશે તેમ જણાયું હતું અને દારૂૂનો આ જથ્થો કાળુ જોધા ગોહિલ અને અજીત જોધા ગોહિલ ( રહે.બન્ને અયાવેજ ગામ, વાડી વિસ્તાર ) ને પહોંચાડવાનું જણાવ્યું હતું.
અલંગ પોલીસે ઝડપાયેલ દીપક માધાભાઈ બારૈયા ઉપરાંત ભાવેશ ઉર્ફે બાવલો જેઠાભાઈ ચાવડા મુકેશ ઉર્ફે મુન્નો રમણીકભાઈ સોલંકી ( રહે. બંને સિહોર ) કાળુ જોધા ગોહિલ, અજીત જોધા ગોહિલ ( રહે. આયાવેજ, તા. જેસર ) અને દારૂૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.