પરિવારના એકના એક પુત્રએ રીબડા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
ગોંડલનાં રીબડા ફાટક પાસે ધસમસતી પસાર થઇ રહેલી ટ્રેન હેઠળ મોટાદેવળીયાનાં યુવાને પડતુ મુકી આત્મહત્યા કરી હતી.મૃતક યુવાન પરીવાર નો એકનો એક પુત્ર અને આધારસ્તંભ હતો.આઠ મહીના પહેલા તેની સગાઇ થઇ હતી.અને દિવાળી એ લગ્ન લેવાનાં હતા. મૃતક રાજકોટ કારખાનામાં નોકરી કરતો હતો.આશાસ્પદ યુવાન નાં અકાળે મોત થી પરીવાર શોકમગ્ન બન્યો હતો. અને કલ્પાંત છવાયુ હતુ. બપોર નાં એક વાગ્યાનાં સુમારે જબલપુર થી સોમનાથ જઇ રહેલી 11464 નંબરની ટ્રેન રીબડા સ્ટેશને ક્રોસીંગ કરી ગોંડલ તરફ આગળ ધપી રહી હતી ત્યારે રીબડા ફાટક પાસે બાબરા તાલુકા નાં મોટા દેવળીયા રહેતા જયેશભાઈ કાંતિભાઈ સોરઠીયા ઉ.22 એ ટ્રેન નીચે પડતુ મુકતા તેનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ને જાણ થતા ટ્રસ્ટ નાં જયભાઈ માધડ એમ્બ્યુલન્સ લઇ દોડી જઇ મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક નાં પરીવાર માં માતા પિતા અને એક બહેન છે.
પોતે એકમાત્ર પુત્ર હતો. બનાવ ની કરુણતા એ કહેવાય કે જયેશભાઈ ની સગાઇ આઠ માસ થઇ હતી. અને દિવાળી બાદ લગ્ન હતા.પરંતુ એ પહેલાજ જયેશભાઈ એ કોઇ અગમ્ય કારણોસર જયેશભાઈ એ ટ્રેન હેઠળ પડતુ મુકી જીવનનો અંત આણતા પરીવાર માથે આભ ફાટયા જેવી સ્થિતી સરજાઈ હતી.
મૃતક જયેશભાઈ રાજકોટ સોલવન્ટ ફાટક પાસે આવેલા કારખાનામાં કામ કરતો હતો.બપોરે કારખાનાં ખુશાલભાઇ સોરઠીયાને જમીને આવુ તેવુ કહી બાઇક લઇ રીબડા પંહોચ્યો હતો.અને બાઇક અરડોઇ જવાનાં રસ્તે રાખી ટ્રેન હેઠળ પડતુ મુક્યુ હતુ. બનાવ ની જાણ ગોંડલ તાલુકા પોલીસ ને થતા પીએસઆઇ આર.આર.સોલંકી સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઇ બાઇક કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.