રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખાડાના કારણે બાઇક પરથી ઉથલી પડતા વધુ એક યુવાનને ગંભીર ઇજા

12:04 PM Sep 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કાલાવડ રણુજાથી મિત્રના બાઇક પર રાજકોટ પરત ફરતી વખતે મેટોડા પાસે ઘટી ઘટના: યુવાન સારવારમાં

રાજકોટમાં રહેતો યુવાન કાલાવડ રણુજા મેળામાંથી મિત્રના બાઈક પાછળ બેસી પરત ફરી રહ્યો હતો ત્યારે મેટોડા પાસે ખાડાના કારણે બાઇક પરથી ઉથલી પડતા ઇજા પહોંચી હતી. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રિંગ રોડ ઉપર નાણાવટી ચોકમાં આવેલા આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો અજય ધીરુભાઈ ઝાપડા નામનો 18 વર્ષનો યુવાન પોતાના મિત્ર સાથે કાલાવાડ રણુજાના મેળામાં ગયો હતો અને ત્યાંથી મિત્રના બાઈક પાછળ બેસી રાત્રિના બે વાગ્યાના અરસામાં રાજકોટ પરત ફરી રહ્યો હતો ત્યારે મેટોડા પાસે પહોંચતા રોડ ઉપર ખાડાના કારણે અજય ઝાપડા મિત્રના બાઈક પરથી ઉલળીને નીચે પટકાયો હતો. યુવાનને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછ અજય ઝાપડા બે ભાઈમાં મોટો છે અને કાલાવડ રણુજાના મેળામાં ગયો હતો અને ત્યાં મેળો કરી રાજકોટ પરત આવતો હતો ત્યારે મેટોડા પાસે ખાડાના કારણે અજય ઝાપડા મિત્રના બાઈક પરથી ઉથલીને નીચે પટકાતા ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement