રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સીરપકાંડમાં વધુ એકની તબિયત લથડી, યોગેશ સિંધીની ફેક્ટરીમાંથી લોલંલોલ પકડાયું

03:49 PM Dec 05, 2023 IST | Bhumika
Advertisement

ખેડામાં વધુ એક યુવકની સિરપના કારણે તબિયત લથડી છે. મરીડાના કર્મવીર સોસાયટીમાં રહેતા હેમંત ચૌહાણ નામના યુવકને ગુસ્સામાં આવી નદીમાં પડેલી સિરપ પીધી હતી જે બાદ યુવકની તબિયત લથડતા 108ની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે બાદ તબીબે પોલીસને જાણ કરતા આ સિરપ ક્યાથી લાવ્યા તેવુ પુછતા હેમંતે કહ્યું કે હરિઓમ આશ્રમ શેઢી નદીમાંથી મળી હતી તે મે પીધી હતી.

Advertisement

આ વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જીલ્લા પોલીસ વડાને જાણ કરતા પોલીસ કાફલો શેઢી નદીએ પહોંચ્યો હતો અને નદી સહિત ચારે બાજુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન તરતી સિરપની બોટલો પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી હતી. જો કે વહેલી સવારે ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટરની ટીમની મદદથી નદીમા હજુ વધારે સિરપની બોટલો હોય તો તેને શોધવા સર્ચ કરશે.

ખેડા સિરપકાંડ કેસના મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીની ફેક્ટરીમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગઈકાલે હાથ ધરાયેલી તપાસમાં ફેક્ટરીમાંથી શંકાસ્પદ હાલતમાં ખાલી સેનિટાઈઝરની બોટલો મળી છે. આમળા અને એલોવેરા જ્યૂસનો જથ્થો મળી આવ્યો છે. જેના સેમ્પલ તપાસ માટે મોકલી યોગી ફાર્માનો પ્લાન્ટ સીલ કરવામાં આવ્યો છે.

યોગેશ સિંધી ઉર્ફે યોગી ઉપર પ્રશાસનના અધિકારીઓની રહેમનજર ભારે પડી છે. 2021થી ચાલતી ફેકટરીમાંથી અત્યાર સુધી કોઇ સેમ્પલ લેવાયુ ન હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે યોગી ફાર્મા, યોગી ડેરી એન્ડ બેવરેજીસ સાથે યોગી ટ્રેડિંગના નામે કુલ ત્રણ લાયસન્સ આપ્યા હતા. યોગ્ય સમયે તપાસ થઈ હોત તો લોકોના જીવ બચી શક્યા હોત.

યોગેશ સિંધી આ ફેક્ટરીમાં જ નશાકારક જીવલેણ સિરપ બનાવતો હોવાની આશંકા છે. ફેક્ટરી માલિક યોગેશ સિંધીને આલ્કોહોલના સ્ટોરેજ માટે મંજૂરી હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર નથી.

Tags :
gujaratgujarat newsSirpakand
Advertisement
Next Article
Advertisement