For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું, છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા નિરંજન પટેલ ભાજપ જોડાયા

06:11 PM Mar 09, 2024 IST | Bhumika
ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું  છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા નિરંજન પટેલ ભાજપ જોડાયા

Advertisement

એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાયા છે. આ સાથે જ ભાજપ ગુજરાતમાં વધુ મજબૂત બની રહી છે.

ગુજરાત કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા, અંબરિશ ડેર, સી. જે ચાવડા, અરવિંદ લાડાણી, મૂળુ કંડોરિયા સહિતના નેતાઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે, ત્યારે આ યાદીમાં હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલનું પણ નામ જોડાયું છે. તેમણે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે નિરંજન પટેલ દિગ્ગજ નેતા છે અને આણંદ પેટલાદ વિધાનસભા બેઠક પર છ વાર કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement