For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા

03:02 PM Dec 08, 2023 IST | Sejal barot
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા

ગુજરાતના અનેક પરિવારો જે અમેરિકામાં વ્યવસાય ચલાવી રહ્યા છે તેઓની લૂંટ અથવા અન્ય બીજા કારણોસર હત્યા કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલાં સોનવાડી ગામના 46 વર્ષીય યુવક ઉપર પણ ગોળીબાર કરી તેની હત્યા કરવામાં આવી હતી. જ્યારે હત્યારાએ પણ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની વિગત એવી છે કે, નોર્થ કેરોલિનામાં ન્યુ પોર્ટ શહેરમાં હોસ્ટેસ હાઉસ નામથી મોટેલ ચલવતા 46 વર્ષીય સત્યેન નાયકના મોટેલની અંદર ગઈકાલે સાજે કેલમ નામનો 46 વર્ષીય હોમલેસ યુવાન ઘૂસ્યો હતો. જેને બહાર કાઢવા જતા સંભવિત અસ્થિર મગજના યુવાને એકાએક પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢીને સીધી જ સત્યેન નાયક પર તાકીને ફાયરિંગ કરી દીધું હતું. સત્યેન નાયકને ગોળી વાગતાં તે પોતાના મોટેલમાં જ ઢળી પડ્યો હતો.
બીજી તરફ હત્યા કરનાર યુવક અન્ય રુમમાં ભાગી ગયો હતો. હત્યાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને હત્યારાને સમજવાના ખૂબ પ્રયત્ન કર્યા હતા. સાથે જ જછઝ (સ્પેશ્યલ રિસ્પોન્સ ટીમ) પણ આવીને હત્યારાને સમજવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તે બહાર આવ્યો ન હતો અને પોતાની પાસે રહેલી પિસ્તોલથી રુમમાં જ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી સત્યમ નાયકની હત્યા થતા અમેરિકામાં તેની સાથે રહેતી પત્ની અને બે બાળકો નોંધારા બન્યા છે. સત્ય નાયકનો સમગ્ર પરિવાર વર્ષોથી અમેરિકા સ્થાયી છે અને ત્યાં તેઓ નાગરિકતા પણ ધરાવે છે. નવસારીના સોનવાડી ગામમાં તેમના પિતરાઈ ભાઈ રહે છે. આ ઘટનાની જાણ થતા તેઓ આઘાતમાં સરી પડ્યા હતા.
મૃતકના પિતરાઈ ભાઈ હરનીશ નાયકે જણાવ્યું કે, વર્ષ 2019 માં હું જ્યારે અમેરિકા ગયો હતો, ત્યારે સત્ય નાયક સાથે મુલાકાત થઈ હતી. ખૂબ જ પ્રેમથી રહેતો આ પરિવાર મોટેલ બિઝનેસમાં સફળ હતો, પરંતુ દુર્ભાગ્યવર્ષ તેમની હત્યા થતા તેમનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. સાથે જ અમે બે ભાઈઓ પણ અમારા ભાઈના મૃત્યુથી ખુબ દુ:ખી છીએ. વર્ષોથી સત્યેનનો સમગ્ર પરિવાર ત્યાં જ સ્થાયી થયો છે અને તેઓ નાગરિકતા પણ ધરાવે છે. જેથી તમામ અંતેષ્ઠીની પ્રક્રિયા ત્યાં જ પૂરી કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement