For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત, કુલ મૃત્યુઆંક પાંચ થયો

04:39 PM Jul 15, 2024 IST | Bhumika
સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત  કુલ મૃત્યુઆંક પાંચ થયો
Advertisement

દેશ કોરોનાના ભયમાંથી બહાર આવ્યો છે ત્યારે નવો વાયરસ દહેશત સર્જી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ‘ચંદીપુરા’ નામના વાયરસે દસ્તક આપી છે. તેને મિસ્ટ્રી વાયરસ કહેવામાં આવી રહ્યો છે. આ ગોઝારા વાયરસને કારણે બે દિવસમાં પાંચ બાળકોના મોત નીપજ્યા છે. સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત નીપજ્યા છે. હાલમાં બાળકોના સેમ્પલ પુનામાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

તબીબોના જણાવ્યા અનુસાર ‘ચંદીપુરા’ વાયરસથી સંક્રમિત બાળકોના મગજમાં સોજા સહિત અન્ય ઘણા લક્ષણો જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસથી સંક્રમિત બાળકોના પરિવારના સભ્યોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ થયા હતા. સાબરકાંઠાના ખેડબ્રહ્માના એક દર્દીનું મોત થયું છે. જ્યારે અરવલી જિલ્લાના ભિલોરાના બેના મોત થયા છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. નવા વાયરસને કારણે ગુજરાતમાં યુદ્ધના ધોરણે સર્વે શરૂૂ કરવામાં આવ્યો છે.

Advertisement

નોંધનીય છે કે, ચાંદીપુરા નામનો નવો વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્ષ 1965માં આ વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર નજીકના વિસ્તારમાં દેખાયો હતો. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં આ વાયરસના કેસો જોવા મળ્યા છે.

ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement