For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામુ!! અરવિંદ લાડાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું, હવે કેસરિયા કરશે

05:36 PM Mar 06, 2024 IST | Bhumika
કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામુ   અરવિંદ લાડાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું  હવે કેસરિયા કરશે

Advertisement

કોંગ્રેસને વધુ એક ફટકો ફટકો લાગ્યો છે. અર્જુન મોઢવાડિયા બાદ સૌરાષ્ટ્રમાં વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું આપ્યું છે.. લાડાણી અર્જુન મોઢવાડિયા જૂથના નેતા માનવામાં આવે છે. અર્જુન મોઢવાડિયાએ હજુ ગઇકાલે એટલે કે મંગળવારે જ કેસરિયો ધારણ કર્યો છે. ત્યારે આજે તેમના જુથના નેતા અરવિંદ લાડાણીએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે..માનવામાં આવે છે કે ટુંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાશે.

કોંગ્રેસના સભ્યપદ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ લાડાણી ભાજપમાં જોડાશે. આજે બપોરે રાજુલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ગુપ્ત બેઠક યોજી હતી. અરવિંદ લાડાણી વિધાનસભા અધ્યક્ષના બંગલોએ પહોંચ્યા હતા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પણ હાજર હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement