એક લાખ સનાતનીઓએ હનુમાન ચાલીસાના પાઠ સાથે નવું વર્ષ વધાવ્યું
સુરતના સરથાણામાં સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી વ્યાસપીઠ પરથી શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું ભક્તોને કહી રહ્યા છે. આ કથાનું લાખો ભક્તો શ્રવણ કરી રહ્યા છે. ત્યારે 31 ડિસેમ્બરે હનુમાન જન્મોત્સવ યોજાયો હતો.
જેમાં હરિપ્રકાશ સ્વામીએ ત્યાં હાજર લાખો ભક્તોને ભક્તિનું ઘેલું લગાડ્યું હતું અને નવા વર્ષની પારંપરિક ભારતીય સંસ્કૃતિ સહિત ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવી હતી.
જેમાં અંદાજે 1 લાખથી વધુ ભક્તો હનુમાનજીની ભક્તિમાં તલ્લિન થઈને ઝૂમ્યા હતા.
આમ પાશ્ચાત્ય સંસ્કૃતિને ભૂલીને યુવાઓ અને લોકોએ ભારતીય સંસ્કૃતિ અનરૂૂપ ભક્તિમય વાતાવરણમાં નવાં વર્ષને વધાવ્યું હતું.
શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં સૌપહેલાં સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી તથા સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સૌ પહેલાં રાષ્ટ્રગીતનું ગાન કરાયું અને આ પછી હનુમાનજી દાદાની આરતી પછી કથા શરૂૂ થઈ હતી. આ કથાના મધ્યાંતરમાં હનુમાન જન્મોત્સવ શરૂૂ થયો હતો. જેમાં દાદાને 151 કિલોની કેક, 2000 કિલો ચોકલેટ-કેટબરી અને 108 કિલો પુષ્પવર્ષાથી દાદા પર કરવામાં આવી હતી.
આ દરમિયાન કથામાં હાજર ભક્તો ભારતીય સંસ્કૃતિને વળગી રહ્યા અને ભક્તિમય માહોલમાં હનુમાનજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા. મોડી રાત સુધી ભક્તોએ દાદાની ભક્તિ કરી હતી અને ભક્તિ ગીતો સાથે ઝૂમ્યા હતા. હકડેઠઠભીડ કથામાં જોવા મળી હતી.