For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાત્રાધામ બગદાણામાં ગુરુપૂર્ણિમા ઉત્સવમાં એક લાખ ભાવિકો ઉમટ્યા

01:20 PM Jul 10, 2025 IST | Bhumika
યાત્રાધામ બગદાણામાં ગુરુપૂર્ણિમા ઉત્સવમાં એક લાખ ભાવિકો ઉમટ્યા

હજારો ભાવિકો બગદાણામાં દર્શનાર્થે ઉંટી પડ્યા હતા. ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થ સ્થાન પૂજ્ય સંતશ્રી બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા તા.મહુવા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ આજે તા.10 જુલાઈને ગુરુવારે ધર્મમય માહોલ વચ્ચે ધામધૂમ થી ઉજવવામાં આવી હતી.ગુરુ આશ્રમ ખાતે સવારના પાંચ કલાકે મંગલા આરતી થઈ હતી ત્યારબાદ ધ્વજા પૂજન અને ધજારોહાણ કરવામાં આવ્યું હતું..

Advertisement

ગુરુપૂજન 8:30 થી 9:30 કલાક વચ્ચે જ્યારે રાજભોગ આરતી, 9:30 થી 10 કલાક થઈ હતીત્યારબાદ સવારે 10 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂૂ કરવામાં આવ્યું હતું.મહિમા પૂર્ણ ગુરુપૂર્ણિમાના દિવસે આશરે 1 લાખથી પણ વધારે ભાવિકજનો બાપાના ચરણોમાં શીશ નમાવ્યું હતું. અહીં આ તૈયારીઓને માટે તેમજ સુચારૂૂ વ્યવસ્થાના ભાગરૂૂપે તમામ આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. અહીં રસોડા વિભાગમાં તેમજ અન્ય ચા-પાણી, દર્શન, પાર્કિંગ, સુરક્ષા જેવા વિભાગોમાં આશરે 100 ગામોના 4000 ભાઈઓ, તેમજ 25 થી વધુ ગામોના 2500 ઉપરાંત બહેનો સેવા આપશે. રસોડા સહિતના સેવા કાર્યો માટે આજુબાજુના ગામોના 40 ટ્રેક્ટર પણ સેવામાં જોડાશે. ભોજન વ્યવસ્થામાં નવા રસોડે બહેનો માટે તેમજ ગોપાલગ્રામ ખાતે ભાઈઓને પ્રસાદ જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.આગોતરી વ્યવસ્થાના ભાગરૂૂપે સરકારી વિભાગો સાથે પણ કાર્ય સંકલન માટે અલગ અલગ સરકારી વિભાગો સેવા કે પાણી પુરવઠા, માર્ગ અને મકાન, આરોગ્ય, વીજળી, પોલીસ વગેરે વિભાગોના અધિકારીઓ સાથે સોમવારે એક મીટીંગ યોજાઇ હતી.

પોલીસ વિભાગ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત રહેશે. આ દિવસે પી.આઈ અને પીએસઆઇ 6, પોલીસ 150, હોમગાર્ડ 100 બંધોબસ્તમાં ફરજ બજાવી હતી. રાજ્ય પરિવહન નિગમની ખાસ જઝ બસ ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા ડેપો તરફથી બગદાણા સુધી દોડાવવામાં આવી હતી. 108 તેમજ એમ્બ્યુલન્સ વાહનો અહીં સતત સ્ટેન્ડ બાય રહેશે. ઉપરાંત બગદાણા ઈઇંઈ અને બેલમપર ાવભ આરોગ્ય કેન્દ્રો દ્વારા પ્રાથમિક સારવાર માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ ધન્ય અવસરે મોટી સંખ્યામાં પ્રતિવર્ષ ભક્તજનો ઉપસ્થિત રહે છે.ત્યારે રસોડા ભોજનશાળા ખાતે શુધ્ધ ઘી ના લાડુનો 1000 મણ પ્રસાદ સહિત 500 મણ ગાંઠિયા,દાળ 150 મણ,ભાત 200 મણ, રોટલી 250 મણ તેમજ 500 મણ શાકભાજી તૈયાર કરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement