રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઘોઘામાં એક ઇંચ વરસાદ, વીજળી પડતા મહિલાનું મોત

12:25 PM Jul 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગારીયાધાર, તળાજા, મહુવા અને જેસર પંથકમાં હળવા ઝાપટા :ગુજરાત મિરર, ભાવનગર તા.12: ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં વીજળી પડતા એક મહિલાનું મોત નિપજ્યું છે. જિલ્લાના ઘોઘામાં એક ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે. ગોહિલવાડ પંથકમાં વરસાદની આગાહી વચ્ચે માત્ર ઘોઘા તાલુકામાં જ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદના હળવા ઝાપટા વરસી ગયા હતા. ઘોઘામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂૂ થયો હતો અને એક ઇંચ થી વધુ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ભાવનગર શહેર, ગારીયાધાર, તળાજા, મહુવા અને જેસરમાં વરસાદના હળવા ઝાપટા વરસી ગયા હતા. ભાવનગર જિલ્લાના ઘોઘામાં 29, ભાવનગર શહેરમાં 1 મી.મી.,ગારીયાધાર 4 મી.મી. તળાજા 9 મી.મી.મહુવા 6 મી.મી.અને જેસરમાં 1 મી.મી. વરસાદ નોંધાયો છે.

Tags :
GHOGHAGhogha newsgujaratgujarat newsrainrain fall
Advertisement
Next Article
Advertisement