દર 9માંથી એકને કેન્સરનું જોખમ: મ્હોંના કેન્સરમાં ગુજરાત આગળ
2024માં દેશમાં 16 લાખ નવા કેસ, 9 લાખનાં મોત: જીવનશૈલી પરિવર્તનથી 30 ટકાથી 50 ટકા આ બીમારી રોકી શકાય
ભારતનો નવો કેન્સર નકશો એક ભયાનક સત્ય બહાર લાવી રહ્યો છે. દરેક 9માં-10માં ભારતીય નાગરિક કેન્સરનું જોખમ છે. વર્ષ 2024માં દેશમાં લગભગ 16 લાખ નવા કેન્સરના કેસ નોંધાયા હતા અને આશરે 9 લાખ લોકોના મોત થયા હતા. WHOના મતે 30 થી 50% કેન્સર ફક્ત યોગ્ય જીવનશૈલી દ્વારા જ રોકી શકાય છે.
સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ભારતમાં મહિલાઓમાં કેન્સરના કેસ વધુ છે.પરંતુ મૃત્યુ દર ઓછો છે. તેનું કારણ એ છે કે સ્ત્રીઓમાં સ્તન અને સર્વાઇકલ કેન્સર વહેલા નિદાન થાય છે. જ્યારે પુરુષોમાં ફેફસાં અને ગેસ્ટ્રિક કેન્સરથી મૃત્યુના કેસ વધુ છે, કારણ કે તેના લક્ષણો મોડા નિદાન થાય છે.
પરંતુ સૌથી મોટી આઘાતજનક બાબત એ છે કે ગુજરાતમાં સૌથી વધારે સંખ્યામાં મોઢાના કેન્સરના કેસ સામે આવી રહ્યા છે.આ ઉપરાંત દેશમાં તે હવે ફેફસાંના કેન્સરને વટાવી ગયું છે અને પુરુષોમાં સૌથી સામાન્ય કેન્સર બની ગયું છે. એટલું જ નહીં, શરાબ 7 વિવિધ પ્રકારના કેન્સરનું જોખમ વધારે છે. તેમાં ઓરલ, ફેફસાં, પેટ અને કોલોન કેન્સરનો સમાવેશ થાય છે અને જ્યારે શરાબને તમાકુ સાથે જોડવામાં આવે છે ત્યારે કેન્સરનું જોખમ અનેક ગણું વધી જાય છે.
કેન્સર જીવલેણ છે પરંતુ જો યોગ્ય સમયે કેન્સરની ઓળખ થઈ જાય અને સારવાર શરૂૂ કરવામાં આવે તો શરૂૂઆતના તબક્કામાં જ કેન્સર મટાડવાની શક્યતાઓ વધુ હોય છે. 70% લોકોનું કેન્સર છેલ્લા તબક્કામાં જ શોધી કાઢવામાં આવે છે. દર 9 માંથી એક વ્યક્તિ કેન્સરનું જોખમ ધરાવે છે.
ભારતનો કેન્સર નકશો
સ્તન કેન્સર હૈદરાબાદ
ગર્ભાશયનું કેન્સર ઉત્તર પૂર્વ
મોંનું કેન્સર ગુજરાત
ફેફસાંનું કેન્સર શ્રીનગર
પ્રોસ્ટેટ કેન્સર દિલ્હી
પુરુષોમાં કેન્સરના પ્રકાર
ફૂડ પાઇપ કેન્સર 13.6%
ફેફસાનું કેન્સર 10.9%
પેટનું કેન્સર 8.7%
સ્ત્રીઓમાં કેન્સર
સ્તન કેન્સર 14.5%
સર્વિકસ કેન્સર 12.2%
પિત્તાશય કેન્સર 7.1%