લોમાં પ્રવેશ માટે ઓગસ્ટના અંત સુધી રાહ જોવી પડશે
ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી 21 લો કોલેજો ઉપરાંતસમગ્ર રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી અંદાજે 100થી વધારે લો કોલેજોમાં એલએલબીમાં પ્રવેશ માટેની કાર્યવાહી કયારે શરૂૂ થશે તેની અનિશ્ચિતતા જોવા મળી રહી છે. હાલમાં બાર કાઉન્સિલ દ્વારા કેટલીક લો કોલેજોનું ઇન્સ્પેક્શન શરૂૂ કરવામાં આવ્યું છે પરંતુ આગામી દિવસોમાં તમામ કોલેજોને મંજૂરી આપવા સહિતની પ્રક્રિયામાં જુલાઈ માસ પૂરો થઈ જાય તેમ છે. આ સ્થિતિમાં ઓગસ્ટના અંત સુધીમાં લો કોલેજમાં પ્રવેશની પ્રક્રિયા શરૂૂ થાય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.
રાજ્ય સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી ગ્રાન્ટેડ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી અંદાજે રૂૂ.1700 અને વિદ્યાર્થિનીઓ પાસેથી અંદાજે રૂૂ.900 ફી લેવામાં આવે છે. આ ફ્રી પૈકી વિદ્યાર્થીઓની રૂૂ.1700 ફીમાંથી 900 રૂૂપિયા સરકારમાં જમા કરાવવાના હોય છે. બાકીની ફીમાંથી પરીક્ષા ફી, સ્પોર્ટસ, આઈકાર્ડ, યુવક મહોત્સવ સહિતની જુદી જુદી ફીની ગણતરી કરવામાં આવે તો કોલેજ પાસે અંદાજે રૂૂ.300થી 400 ફી વધતી હોય છે. આ સ્થિતિમાં દરવર્ષે ભાર કાઉન્સિલના ઇન્સ્પેક્શન માટે રૂૂ.3.5 લાખ એટલે કે સાડા ત્રણ લાખ રૂૂપિયા ખર્ચવા કોઈ ગ્રાન્ટેડ કોલેજ તૈયાર થાય તેમ નથી, કારણ કે, ગ્રાન્ટેડ કોલેજો પાસે આટલી આવક જ ન હોવાથી તેઓ ઇન્સ્પેક્શન ફી ભરવા તૈયાર નથી. ગતવર્ષે થયેલા વિવાદ અને કોર્ટ કેસ બાદ ચાલુ વર્ષે નછૂટકે ગ્રાન્ટેડ કોલેજો બાર કાઉન્સિલની ફી ભરીને ઇન્સ્પેક્શન કરાવવા માટે તૈયાર થઈ છે. જેના અનુસંધાનમાં હાલમાં સૌરાષ્ટ્રની કેટલીક લો કોલેજોનું ઇન્સ્પેક્શન શરૂૂ કરવામાં આવ્યું છે.
સૂત્રો કહે છે આ વર્ષે ગ્રાન્ટેડ કોલેજોએ ઇન્સ્પેક્શનની ફી ભરી છે. તેના કારણે મંજૂરી મળે તો કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે પરંતુ આગામી વર્ષે તમામ ગ્રાન્ટેડ કોલેજો ઈન્સ્પેકેશનની ફ્રી ભરશે કે કેમ તે નક્કી નથી. આમ, ગ્રાન્ટેડ કોલેજોના અસ્તિત્વ સામે જોખમ યથાવથ છે. ગુજરાત યુનિવર્સિટી સાથે હાલમાં 21 લો કોલેજો જોડાયેલી છે. આ તમામ કોલેજોની મળીને અંદાજે 2000 બેઠકો છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યની અંદાજે 100 લો કોલેજોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. ભાર કાઉન્સિલનું ઇન્સ્પેક્શન પૂરું ન થાય અને કોલેજની ફાઈનલ મંજૂરી ન મળે ત્યાં સુધી પ્રવેશની પ્રક્રિયા થઈ શકે તેમ નથી. જુલાઈના અંત સુધીમાં તમામ ગ્રાન્ટેડ લો કોલેજનું ઈન્સ્પેક્શન પૂરું કરી દેવામાં આવે તો પણ ઓગસ્ટના અંત સુધીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂૂ થાય તેવી શકયતા છે. આમ, લોમાં પ્રવેશ ઇચ્છતાં વિદ્યાર્થીઓએ હજુ વધારે સમય રાહ જોવી પડશે તે નક્કી છે.