વન ડે વન વોર્ડ વાહક નિયંત્રણ ઝુંબેશનો પ્રારંભ
વાહકજન્ય રોગોનો ફેલાવો ચોમાસાની ઋતુ દરમ્યાન તેમજ ચોમાસા પછીના મહિનાઓમાં થતો હોય છે. આ સમય દરમ્યાન મચ્છર ઉત્પત્તિસ્થાનોમાં વધારો થવાથી વાહકજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા ફેલાવાની શક્યતાઓ પણ વધે છે. જેથી વાહકજન્ય રોગોની અટકાયત અને નિયંત્રણ માટે ઝુંબેશ સ્વરૂૂપે ચાલી રહેલ વિવિધ પ્રવૃતિઓમાં જનસમુદાયનો સહકાર પ્રાપ્ત થાય તે જરૂૂરી બની રહે છે.
જે માટે વન ડે વન વોર્ડ કાર્યક્રમ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આજ રોજ તા.01/08/2025 ના રોજ તમામ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ ખાતેથી5દાઘિકારી તથા કોર્પોરેટરઓ ઉપસ્થિતમાં આ ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વોર્ડ નં.4માં મેયર નયનાબેન પેઢડીયા, વોર્ડ નં.રમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, વોર્ડ નં.3માં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં.રમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.11માં શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ,વોર્ડ નં.રમાં દંડક મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.14માં આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ સહિત વોર્ડવાઇઝ વોર્ડના કોર્પોરેટરઓ લગત વોર્ડમાં ઉ5સ્થિત રહિ ઝુંબેશનો શુભારંભ કરાવેલ છે. હવે 5છીઆ કાર્યક્રમ અન્વયે તા.4/8/2025થી પ્રોગ્રામ મુજબના વોર્ડમાં એક દિવસમાં એક વોર્ડમાં તમામ આરોગ્યની ટીમો મુકીને ટીમ વર્કથી ઝુંબેશ સ્વરૂૂપે વાહક નિયંત્રણની તમામ કામગીરી કરવામાં આવશે. પોરાનાશક કામગીરી:ઘરની અંદર તથા આસપાસ મચ્છર ઉત્પતિ સ્થાનોમાં લાર્વીસાઇડ છંટકાવ કરવાની કામગીરી કરાવવામાં આવશે.
પેરાડોમેસ્ટિકકામગીરી:- વોર્ડમાં પાણી ભરાયેલ નાના મોટા ખાડા ખાબોચીયા કે જયાં મચ્છર ઉત્પતિ સ્થાન બની શકે છે ત્યાં પં5 દ્વારા દવા છંટકાવની કામગીરી કરવામાં આવશે. બાયોલોજીકલ કંટ્રોલની કામગીરી :- મોટા ખુલ્લા રહેતા પાણી ભરેલા પાત્રો / સ્થળોએ પોરાભક્ષક માછલી મુકવામાં આવશે. ફોગીંગ કામગીરી : વાહકજન્ય રોગ માટે પોઝિટીવ જણાયેલ કેસમાં આસપાસના વિસ્તારમાં ચેપી મચ્છરોનો નાશ માટે ઘરની અંદર ફોગીંગની કામગીરી કરાવવામાં આવશે. કોર્મશીયલ પ્રિમાઇસીસની મુલાકાત :- રહેણાંકની સાથે શાળા, બાંઘકામ સાઇટ, હોટલ, હોસ્પિટલ, સરકારી કચેરીવગેરે જેવી પ્રિમાઇસીસની મુલાકાત કરી વાહકનિયંત્રણની કામગીરી કરાવવામાં આવશે. આરોગ્ય શિક્ષણ :- લોકોમાં મચ્છરજન્ય રોગો તથા મચ્છર ઉત્પતિ અટકાયતી વિશે સમજ મળી રહે તે હેતુસર પત્રિકા, પોસ્ટરના માઘ્યમથી આરોગ્ય શિક્ષણ આ5વાની કામગીરી કરવામાં આવશે.