રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબી નજીકથી 96 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

12:48 PM Mar 30, 2024 IST | Bhumika
Advertisement

મોરબીના વાવડી રોડ ખાતેથી ઈંગ્લીશ દારૂૂની 96 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Advertisement

મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે વાવડી રોડ મોરબી ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાંડની કુલ બોટલો નંગ-96 કિ.રૂૂ.1,26,690/- ના મુદ્દામાલ સાથે આરોપી અંકીતભાઇ અરૂૂણભાઇ રાઠોડ જ ઉ.વ.33 રહે હાલ. શ્રધ્ધા પાર્ક શેરી નં. 4 વીશીપરા મોરબી મુળ રહે. સોમૈયા સોસા. મનીષ વિધ્યાલય વાળી શેરી મોરબીવાળાને રેઇડ દરમ્યાન ઇંગ્લીશ દારૂૂના જથ્થા સાથે પકડી પાડી તથા આરોપી જમારામ ઉર્ફે જગમાલ ઉર્ફે જગદીશ જેઠારામ પ્રજાપતિ રહે- તેજીયાવાસ પો.સ્ટ. ડબોઇ થાણુ તા. ગુડામાલાણી જી. બારમેર રાજસ્થાનવાળો હાજર નહી મળી આવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આરોપીજમારામ ઉર્ફે જગમાલ ઉર્ફે જગદીશ જેઠારામ પ્રજાપતિ મોરબી તાલુકા પો.સ્ટે. સી પાર્ટ પ્રોહી કલમ -65 એ ઇ, 116બી, 81, 98(2) મુજબના ગુન્હામાં વોન્ટેડ હોવાનું જાણવા મળેલ છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement