For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર આખરે રદ કરતું શિક્ષણ વિભાગ

05:57 PM Jul 28, 2025 IST | Bhumika
નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર આખરે રદ કરતું શિક્ષણ વિભાગ

શાળાઓમાં ખાલી રહેલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો હતો. આ પરિપત્ર બાદ રાજ્યભરમાં શિક્ષક સંઘ અને ઉમેદવારો દ્વારા વિરોધ કરતાં બે દિવસમાં જ શિક્ષણ વિભાગ દ્વારા આ તઘલખી નિર્ણય બદલવામાં આવ્યો છે અને નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

નિર્ણય રદ કરતા પરિપત્રમાં જણાવાયું કે,અંત્રેના સરખા ક્રમાંકના તા. 25-7-2025 ના પત્રથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂંક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવેલ હતી તે મૂળ અસરથી રદ કરવામાં આવે છે. બે દિવસ પહેલા નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂૂપે નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો.

રાજ્ય સરકારમાં મહત્વની જગ્યાઓ ઉપર નિવૃત્ત આઇએએસથી માંડીને વર્ગ એક સુધીના અધિકારીઓ જલસા કરે છે. કરાર આધારે નોકરી કરી પોતાનો દબદબો ચાલુ રાખે છે. રાજ્ય સરકારનો એક પણ વિભાગ એવો નહીં હોય કે ત્યાં નિવૃત્ત અધિકારીને સ્થાન ન આપવામાં આવ્યું હોય. બીજી તરફ રાજ્યના યુવાનોમાં શિક્ષિત બેકારી વધી રહી છે. જોકે અત્યાર સુધી સરકાર સચિવાલય અને સરકારી મહત્વની જગ્યાઓ ઉપર અનુભવી જોઈએ તે કારણ આગળ ધરીને આ કરતા હતા. જોકે હવે શિક્ષણ વિભાગમાં નિવૃત્ત શિક્ષકોને કરાર આધારે લેવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયનો ઠેર ઠેર વિરોધ થયો હતો. એટલું જ નહિ, સોશિયલ મીડિયામાં આ નિર્ણયની આખરી ટીકાઓ થઈ હતી. એક બાજું ટેટ ટાટ પાસ વિદ્યાર્થીઓ ભરતી માટે રાહ જોઈને બેઠા છે. તેવી સ્થિતિમાં તે જગ્યાઓ ઉપર કામ ચલાઉ નિવૃત્ત શિક્ષકો લેવા એ પરિપત્ર સરકારની બેધારી નીતિ ખુલ્લી પાડે છે. સોશિયલ મીડિયામાં તો જે મંત્રીઓ પણ રાજકારણમાંથી નિવૃત્ત થઈ ગયા છે તેમને પાછા લેવા જોઈએ એ પ્રકારની કોમેન્ટનો પણ મારો ચાલ્યો.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં શ્રાવણ માસમાં શિક્ષકોને ઘેલા સોમનાથમાં જવાબદારી સોંપ્યા પછી આદેશ રદ કરવો પડ્યો તે જ પ્રકારની સ્થિતિ શિક્ષણ વિભાગની આ પરિપત્રમાં પણ થઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement