For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રહેણાકના મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે એકની ધરપકડ

12:23 PM Sep 02, 2024 IST | Bhumika
રહેણાકના મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે એકની ધરપકડ
Advertisement

જામનગર શહેરમાં પ્રોહિબિશન વિરુદ્ધની કાર્યવાહીમાં પોલીસને મોટી સફળતા મળી છે. સીટી સી ડીવીઝન પોલીસે મામા સાહેબના મંદિર પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂૂનો જથ્થો પકડી પાડ્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ, સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી.ચૌધરીની સુચનાથી સર્વેલન્સ સ્કોડની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પોલીસને મળેલી બાતમીના આધારે, પોલીસે સંજય ઉર્ફે બેના બાબુભાઇ ભદ્રાની ધરપકડ કરી હતી અને તેના ઘરની તલાશી લેતાં ઇંગ્લીશ દારૂૂની કુલ 17 બોટલો કિંમત રૂૂ. 8,500/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી.ચૌધરી સહિતના પોલીસ કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement