કાલાવડના ડેરી નજીક કેનાલમાં પડી જતા દોઢ વર્ષના માસુમનું મોત
રમતા-રમતા નહેરમાં પડી જતા બનેલો બનાવ : શ્રમિક પરિવાર પર આભ ફાટયું
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિકના પરિવારમાં ભારે કરુણાતિકા છવાઇ છે. શ્રમિક દંપત્તિ વાડીમાં ખેતી કામ કરી રહ્યું હતું, જે દરમિયાન તેનું દોઢ વર્ષનું બાળક રમતા રમતા પાણીની નહેર માં પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદના વતની અને હાલ કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહેતા નરેન્દ્ર સિંહ હિંમતસિંહ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મહેશભાઈ ડામોર નામના શ્રમિક યુવાન પોતે પોતાની પત્ની સાથે વાડીમાં ખેતી કામ કરી રહ્યા હતા, અને બાજુમાં દોઢ વર્ષનો પુત્ર મહેશભાઈ ડામોર કેજે રમી રહ્યો હતો દરમિયાન અકસ્માતે રમતા રમતા ખેતરની બાજુમાં આવેલી પાણીની નહેરમાં પડી જતા ડૂબી જવાના કારણે તેંનું કરૂણ મૃત્યુ છે.
આ બનાવ પિતા અંગે મહેશભાઈ સવરાભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બનાવનાર સ્થળે પહોંચી જઇ મૃતદેહ નો કબ્જો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.