રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ન્યૂ શક્તિ સોસાયટીમાં અગાશી પરથી પટકાતાં દોઢ વર્ષની બાળકીનું મોત

04:46 PM Jul 12, 2024 IST | admin
oplus_2097184
Advertisement

રમતા-રમતા પહેલા માળેથી પટકાઇ: પરિવારમાં ગમગીની

Advertisement

નાના બાળકોને એકલા રમતા મૂકી કામ કરતા વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર આવેલી ન્યુ શક્તિ સોસાયટીમાં પહેલા માળે અગાસી ઉપરથી રમતા-રમતા દોઢ વર્ષની બાળકી નીચે પટકાતા તેનું ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ભારે ગમગીની છવાઇ જવા પામી હતી.

જાણવા મળાતિ વિગત મુજબ પેડક રોડ પર ન્યુ શક્તિ સોસાયટી શેરી નં.1માં રહેતા કેતનભાઇ દામણીની દોઢ વર્ષની પુત્રી ખુશી આજે બપોરે પહેલા માળે અગાસી ઉપર રમતી હતી. ત્યારે રમતા-રમતા અકસ્માતે અગાસી ઉપરથી નીચે પટકાતા તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા બાળકીનું મોત નીપજ્યું હતું.
ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક ખુશીના પિતા ઇમિટેન્શનનું કામ કરતા હોવાનું અને તેમને સંતાનમાં બે પુત્રી હોય જેમાં ખુશી સૌથી નાની હતી. પુત્રીના મોતથી પરિવારમાં ઘેરો શોક છવાઇ જવા પામ્યો છે.

Tags :
deathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement