For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોટી પાનેલી પંથકમાં દોઢથી ચાર ઇંચ વારસાદ

12:02 PM Jul 22, 2024 IST | admin
મોટી પાનેલી પંથકમાં દોઢથી ચાર ઇંચ વારસાદ

ફુલઝર ડેમની સપાટી 48.5 ફૂટે પહોંચી

Advertisement

પાનેલી મોટી તેમજ આસપાસ ના ગામો માં મેઘરાજા મન મૂકીને વરસતા આજે બપોરે વરસાદે સટાસટી બોલાવી હતી પાનેલીમાં દોઢ ઇંચ જયારે ઉપરવાસ ના ગામો માંડાસણ બુટાવદર સાતાવડી માં ચાર થી પાંચ જેટલો વરસાદ વરસી જતા પાનેલીન ફુલઝર ડેમમાં પાણીની ધીંગી આવક થઇ છે ડેમની સપાટી હાલ સાડા અડતાલીસ ફૂટ પહોંચી છે હજુ પાણી ની આવક ચાલુ હોય સપાટી વધવાના સંકેત છે ડેમમાં પાણી ભરાતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો છે ફુલઝર ડેમ પાનેલી ઉપરાંત ખારચીયા ભાયાવદર કોલકી ના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે હજુ તો ડેમમાં બત્રીસ તેત્રીસ ફૂટ જેટલો તો ગાર ભરેલો છે તેમછતાં ગોંડલબાપુ વખત ના આ સવાસો વર્ષ જૂના ડેમ માં માત્ર સત્તર અઢાર ફૂટ પાણી ભરાતું હોય તો પણ આખુ વર્ષ પીવાનું ઉપરાંત સિંચાઈ નું પાણી હજારો હેક્ટર જમીન સુધી પહોંચે છે જો ગાર નીકળી જાય તો વર્ષો સુધી પાણી સચવાય રહે.

દ્વારકા વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે સાંજથી મહદ અંશે મેઘરાજાએ બ્રેક રાખી હતી. આ વચ્ચે ભાણવડ તાલુકામાં સવા ઈંચ, કલ્યાણપુરમાં 1 સહિત સાર્વત્રિક વિસ્તારોમાં ભારે તેમજ હળવા ઝાપટા વરસ્યા હતા.
રવિવારે સવારથી ભાણવડ તાલુકામાં ધીમી ધારે એક ઈંચ (25 મી.મી.) તેમજ આજે સવારે વધુ 6 મી.મી. મળી કુલ 31 મી.મી., કલ્યાણપુરમાં સવાર સુધીમાં 25 મી.મી. તથા ખંભાળિયામાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે. ત્યારે દ્વારકામાં મેઘરાજાએ મહદ્ અંશે વિરામ રાખતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

Advertisement

જિલ્લામાં કુલ વરસાદ ખંભાળિયામાં 964, દ્વારકામાં 983, કલ્યાણપુરમાં 912 અને ભાણવડમાં 517 મી.મી. નોંધાયો છે.

દ્વારકામાં તાજેતરના અતિ ભારે વરસાદના પગલે દ્વારકા નગરપાલિકા તથા પોલીસ તંત્ર દ્વારા આવળપરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા નવ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. દ્વારકામાં ભરાયેલા કેડસમા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા વિવિધ પ્રકારના મશીનો વડે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement