રાજકોટ જિલ્લાની તમામ કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં દોઢ લાખ કેસોનો કરાયો નિકાલ
રાજકોટ જિલ્લાની તમામ કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં દોઢ લાખ કેસોનો કરાયો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં 20,917 પેન્ડિંગ કેસો તેમજ 1,33,524 પ્રિલીટીગેશનના કેસો મળી કુલ 1,54,441 કેસોમાં સમાધાન રાહે નિરાકરણ કરાયું હતું.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા જિલ્લાની તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં અલગ-અલગ કુલ દોઢ લાખ જેટલાં કેસોનો સમાધાન રાહે નિકાલ કરાયો હતો. આ લોક અદાલતનું ઉદ્દઘાટન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ , જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ચેરમેન જે.આર. શાહ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરાયું હતું. આ સમયે હેડ ક્વાર્ટરના તમામ ન્યાયધીશ, બાર એસોસિએશનના પ્રતિનિધિઓ, જુદી-જુદી વીમા કંપનીના ઓફિસરો અને વિવિધ બેન્કના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ લોક અદાલતમાં અલગ-અલગ પ્રકારનાં કુલ 26,881 પેન્ડિંગ કેસો હાથ પર લેવાયા હતાં. જેમાં વાહન અકસ્માત વળતરના 383 કેસોમાં 26,59,59,101ની રકમના સમાધાન સાથે કેસના નિકાલ કરાયા હતા.જ્યારે ચેક રિટર્નના 3186 કેસોમાં 14,80,62,213 જેટલી રકમનું સમાધાન રાહે નિકાલ કરાયો હતો. લગ્ન વિષયક તકરાર અંગેના 135 કેસોમાં તે પણ નિકાલ કરાયો હતો. તમામ કેસો મળી લોક અદાલતમાં 4716, સ્પેશ્યલ સિટીંગમાં 16,201 મળી કુલ 20,917 પેન્ડિંગ કેસો તેમજ 1,33,524 પ્રિલીટીગેશનના કેસો મળી કુલ 1,54,441 કેસોનો નિકાલ કરાયો હતો.મોટી ખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજાનાર લોક અદાલતોમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે.
