નિવૃત્ત બેંક કર્મચારી સાથે 56 લાખની ઠગાઇના ગુનામાં એક આરોપી જામીન મુકત
ડિજિટલ એરેસ્ટ કરી નાણા ટ્રાન્સફર કરાવ્યાના બનાવમાં સાત આરોપીની ધરપકડ થઇ’તી
શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલી હસન વાડીમાં રહેતા બેંકના નિવૃત્ત કર્મચારી સાથે રૂૂ.56 લાખની ઓનલાઈન ફ્રોડ કરવાના ગુનામાં જેલહવાલે રહેલા શખ્સો પૈકી અમદાવાદના શખ્સની જામીન અરજી અદાલતે મંજૂર કરી છે.
વધુ વિગત મુજબ શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલ હસનવાડી શેરી નંબર 2 માં રહેતા મહેન્દ્રભાઈ અંદરજીભાઇ મહેતા નામના નિવૃત્ત બેંક કર્મચારી સાથે રૂૂ.56 લાખ ઓનલાઇન રોડ થયા અંગેની સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તારીખ 11 7 24 ના રોજ પોતાની પત્ની સાથે હોસ્પિટલ હતા ત્યારે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો હિન્દી ભાષામાં કહેલ કે હું પોલીસ ઇન્સ્પેક્ટર બોલું છું તમારા વિરુદ્ધ તિલક નગર પોલીસ સ્ટેશન મુંબઈમાં ફરિયાદ દાખલ થયેલ છે. બાદ ૂવફતિંફાા કોલ આવેલો તમારા આધાર કાર્ડ પર આધારે કેનેરા બેન્ક એકાઉન્ટ બેંકની એકાઉન્ટ ઓપનિંગ બેલેન્સ નથી કરોડ છે તમે આ બેન્ક એકાઉન્ટમાં મોટા ફ્રોડ કરેલો છે તેમજ મની લોન્ડરીંગ નો ઉપયોગ થયેલ છે અને તમારું એરેસ્ટ વોરંટ કાઢવામાં આવેલ છે રિપોર્ટ કરવાનો કરેલ છે. સેબી ની એન્ટ્રી મની લોન્ડીંગ બાબતનો લેટર તથા ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મન્સ અને આરબીઆઈ તથા કેનેરા બેન્કનું સ્ટેટમેન્ટ ૂવફતિંફાા પર મંગાવી તેમજ ફરિયાદીના નાણાંની રોકાણની તમામ માહિતી મેળવી બાદ મની લોડિંગ નો કેસ કરવાનું કહી રૂૂપિયા 56 લાખ ટ્રાન્સફર કરાવ્યા અંગેનું ખુલતા જેના આધારે પોલીસે અમદાવાદના મહમ્મદ રિઝવાનખાન ઇશાખ ખાન પઠાણ સહિત સાત શખ્સોની ધરપકડ કરી હતી બાદ તપાસ પૂર્ણ થતા મહમ્મદ રિઝવાન ખાન પઠાણને જેલ હવાલે કર્યો હતો હાલ જેલ હવાલે રહેલા મોહમ્મદ રિઝવાન ખાન પઠાણે જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમા રાખી કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુક્ત્ત કરવાનો હુકમ ફરમાવેલો હતો. આ કામે આરોપી વતી રાજ્કોટના યુવા એડવોકેટના સાહિસ્તાબેન એસ. ખોખર, રણજીતભાઈ એમ. પટગીર, નીમેશ જાદવ તથા દયા કે. છાયાણી રોકાયેલ હતા.