રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યમાં ફરી એકવાર રફ્તારનો કહેર...વલસાડમાં કાર ચાલકે બાઈકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત

10:22 AM Dec 12, 2023 IST | Bhumika
Advertisement

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વલસાડમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવે છે. વલસાડ તાલુકાના સરોધી ગામના નેશનલ હાઇવે નંબર 48 ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ અકસ્માતમાં મુંબઈ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ રેન્જ રોવર કારના ચાલકે બાઈક ચાલકને પાછળથી ધડાકાભેર અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું.

Advertisement

મળતી ,અહીતી અનુસાર આ ઘટનામાં બાઈક ચાલકને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટના બાદ જ રેન્જ રોવર કારના ચાલક પોતાની કાર મૂકી પરિવાર સાથે ઘટના સ્થળેથી ફરાર થયો. આ ઘટનાની જન થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર બનાવને પગલે વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી કારની તપાસ કરી આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું રાહદારીઓએ જણાવ્યું હતું. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ મૃતકના પરિવારને કરવામાં આવી હતી.પરિવારના સભ્યો પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતની ઘટનામાં મૃતક ઈસમ વલસાડનાં જૂજવા પટેલ ફળિયામાં રહેતો સાવનકુમાર જયંતીભાઈ રાઠોડહોવાનું જાણવા મળ્યું હતું.

Tags :
accidentcar accidentdeathgujaratgujarat newsValsadValsad accidentValsad news
Advertisement
Next Article
Advertisement