રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મંગળવારે ગ્યારવી શરીફનું નીકળશે ભવ્ય જુલૂસ

04:21 PM Oct 10, 2024 IST | admin
Advertisement

જુલૂસમાં ઊમટી પડવા યાદે ગૌષુલવરા કમિટીના અજમેરી- બુખારી- કાદરી- કટારિયા- શાહમદાર- જુણેજાનું આહવાન

Advertisement

હુબલીશા કબ્રસ્તાન ભાવનગર રોડ ખાતે રાજકોટ શહેરના જુદા - જુદા વિસ્તારના મુસ્લિમ અગ્રણીઓની મીંટીગ ઇદે ગૌષીયાના ઝુલુસ નીમીતે સંચાલક અને ઇન્ચાર્જ મહેબુબભાઇ અજમેરીના પ્રમુખ સ્થાને મળેલ જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઝુલુસ નીકળે અને તેની વ્યવસથા માટે કમિટીની રચના કરવામાં આવેલ છે.
આ ઝુલુસની અગેવાની સૈયદ સાદાતોની રહેશે. આ ઝુલુસ 15- 10- 2024, મંગળવારના રોજ બપોરે 3 કલાકે રામનાથપરા, ગરુડ ગરબી ચોકમાંથી,અદબો એહતરામની સાથે શાનદાર રીતે આ ઇદે ગૌષીયાનું ઝુલુસ નીકળશે. શહેરના જુદા - જુદા વિસ્તારમાંથી મુસ્લિમો પોતાના વાહનો શણગારી, ઝંડીઓ લગાવી ભેગા થશે અને લાઇનદોરી રુપે ઝુલુસને લીલીઝંડી આપવામાં આવશે.

આ ઝુલુસ ગત સાલની જેમ આ વર્ષે પણ હઝરત ગેબનશાહ પીર દરગાહ પર પોહચશેં અને ત્યાંજ સલાતો સલામ પઢી ઝુલુસનું વિસર્જન થશે. પીરાને પીર હુઝુર ગૌષે પાકની શાનમાં તમામ મુસ્લિમો ને ઝુલુસમાં ઉમટી પડવા યાદે ગૌષુલવરા કમિટી તરફથી અપીલ કરવામાં આવે છે.

મંગળવારે અડધો દિવસ ધંધો રોજગાર બંધ રાખી ગૌષે આઝમની શાનમાં ગુલામે ગૌષ બની ઝુલુસમાં વિશાળ સંખ્યામાં જોડાવા અનુરોધ છે. ગોષુલવરા કમિટીના હોદેદાર અને સભ્યોની રચના નીચે મુજબ છે.
મુખ્ય સંચાલક અને ઇન્ચાર્જ:- મહેબુબભાઇ અજમેરી, ઝુલુસ કમિટીના પ્રમુખ સૈયદ એજાઝબાપુ બુખારી, મહામંત્રી :- સૈયદ અજરુદ્દીનબાપુ કાદરી, ઉપપ્રમુખ :- હબીબભાઇ કટારીયા, હારુનભાઇ શાહમદાર, યુનુસભાઇ જુણેજા (જય હિન્દ) સૈયદ જબ્બારબાપુ કાદરી, રજાકભાઇ કારીયાણીયા, મંત્રીઓ :- રજાકભાઇ જુણેજા, ફારુકભાઇ મુસાણી, ઇકબાલભાઇ બેલીમ, ફારુકભાઇ કટીરીયા, પરવેઝભાઇ કુરેશી (રૈયા રોડ), ફિરોઝભાઇ અજમેરી, સલીમભાઇ આરબ, અબ્દુલભાઇ ખુરશીવાળા, અનવરભાઇ દલ, વકાર બ્લોચ સકલૈની, પરવેઝભાઇ કુરેશી (જંગલેશ્વર), અકબરભાઇ ચૌહાણ, સલમાનભાઇ જુણેજા, ઇમ્તીયાઝભાઇ કુરેશી, બુખારીબાપુ વગેરે ઝુલુસની વ્યવસ્થામાં રહેશે તેમ યાદે ગૌષુલવરા કમીટીની યાદીમાં જણાવે છે.

ઝુલુસમાં સામેલ થનાર કોઇપણ વાહનધારકોએ માઇક કે સ્પીકર વગાડવાની અને કાર ટેપ વાંજીત્રો વગેરે વગાડવાની મંજુરી પોત પોતાની રીતે લેવાની રહેશે. ઝુલુસનો સમય બપોરે 3 કલાક થી રાત્રીના 9 કલાક સુધીનો રહેશે જે દરમિયાન ઝુલુસ પૂર્ણ કરવાનું રહેશે. તેમ યાદે ગૌષુલવરા કમીટીની યાદીમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsold man who refused to swearrajkotrajkot newswomen was bullied
Advertisement
Next Article
Advertisement