શ્રાવણના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો
મંદિર ખૂલતા ની સાથે લાંબી કતારો જોવા મળી : દેશની સીમાઓની રક્ષા કરતા સૈનિકોના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરતી બહેનો
શ્રાવણનો ત્રીજો સોમવાર, પૂર્ણિમા, રક્ષાબંધન નો, સુભગ સમન્વય થતાં શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠો થયો હતો. વેહલી સવારે 4:00 વાગ્યાથી મંદિરના દ્વારા ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા ત્યારે કતારબદ્ધ ભાવિકો સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય થયા હતા. સોમનાથ મહાદેવને સવારનો શ્રૃંગારમાં રાખડીઓનો ઉપયોગ કરીને મહાદેવને અલંકૃત કરાયા હતા. અને સમગ્ર વિશ્વની રક્ષા ની કામના કરવામાં આવી હતી.
સોમનાથ મંદિર પરિસરમાં મા સવારે નવ કલાકે ભગવાન ભોળાનાથ ની પાલખી યાત્રા નગર ચર્ચાએ નિકળશે જેમાં હજારો લોકો જોડાયા હતા અને જય સોમનાથ ના જયઘોષ બોલાવેલ રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી, હતી સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનારા સૈનિકોને પોતાના ભાઈ માની તેમના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માગ્યા હતા.
શ્રાવણ નો ત્રીજા સોમવાર અને રક્ષાબંધન ના તહેવાર નિમિતે રવિવાર ના રાત્રીના લોકો નો પ્રવાહ અવિરત સોમનાથ આવી રહેલ હતા અને નેશનલ હાઇવે રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો સોમનાથ મહાદેવ ના દર્શન માટે દુર દુર થી પગપાળા ચાલીને આખી રાત સોમનાથ આવી રહેલ આ લોકો ને કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે રસ્તા ઉપર ઠેર ઠેર ચા પાણી ફરાળ સહિત ની સેવાભાવી લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ
સોમનાથ મા લોકો ના ધસારાને ધ્યાને લઇ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા દ્વારા રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ જેમાં પોલીસ,એસ આર પી, ધોડેશ્વાર પોલીસ,જી આર ડી, સોમનાથ ટ્રસ્ટ સેકયુરીટી અને બોમ્બ ડિસ્પોઝલ સ્વોડ સહિત જડબેસલાક સુરક્ષા ગોઠવેલ હતી.