મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે શહેર ભાજપ દ્વારા સામૂહિક ખાદી ખરીદીને કાર્યક્રમ યોજાયો
ગરીબોના ઘરમાં દીવો પ્રગટે અને લોકો સ્વદેશી વસ્તુઓનો ઉપભોગ કરે તેના ચુસ્ત અનુયાયી હતા:દોશી
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અંતર્ગત શહેરના જયુબેલી બાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને રાજકોટ શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી. ત્યારબાદ શહેર ભાજપ દ્વારા શહેરના ત્રિકોણ બાગ પાસે આવેલ ખાદી ગ્રામોધોગ ભંડાર ખાતે સામૂહિક ખાદીખરીદીનો કાર્યક્રમ યોજાયેલ હતો.
આ તકે મુકેશ દોશીએ જણાવેલ કે અહિંસાના પુજારી અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આર્દશો સરળ હતા તેઓ સાદગી, સ્વચ્છતા અને સત્યતાના આગ્રહી હતા અને ગરીબોના ઘરમાં દીવો પ્રગટે અને લોકો સ્વદેશી વસ્તુઓનો ઉપભોગ કરે તેના ચૂસ્ત અનુયાયી હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ’આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરે.આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ જાડેજા, પુજાબેન પટેલ, કિશન ટીલવા,કિશોરભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓએ ખાદી ખરીદી કરેલ હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ જહેમત ઉઠાવી હતી.