રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દિગંબર જૈન સવંત્સરી નિમિત્તે તા. 8 અને 17ના રોજ કતલખાના બંધ રાખવા આદેશ

03:50 PM Sep 02, 2024 IST | admin
Advertisement

તા.31થી તા. 7 સુધી 8 દિવસનું જાહેરનામું અગાઉ પ્રસિધ્ધ થઈ ગયેલ છે

Advertisement

જૈનોના પવિત્ર પર્યુષણ પર્વનો તા. 31થી પ્રારંભ થયેલ હોય મહાનગરપાલિકા દ્વારા તા. 31-8થી તા. 7-9 સુધી કત્તલખાનાઓ બંધ રાખવાના આદેશ જારી કર્યા હતાં અને હવે તા. 8 તથા તા. 17ના રોજ દિગંબર જૈન સવંત્સરી અંતર્ગત વધુ બે દિવસ કત્તલખાનાઓ બંધ રાખવા માટે આજરોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આગામી જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે તા. 31-8થી તા. 7-9 (દિવસ-8) સુધી રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે.

તા. 8 તથા તા. 17 દિગંમ્બર જૈન સંવત્સરીના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા ફરમાવવામાં આવે છે. સબંધ કર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-1949ની કલમ 329 અને 336 તથા વેચાણ લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સબંધ કર્તા તમામે ગંભીર નોંધ લેવી.

Tags :
closed on 8th and 17thDigambar Jain Sawantsari Ordergujaratgujarat newskeep slaughterhousesrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement