For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રાવણ માસના અંતિમ દિવસે રાજ્યમાં મેઘમહેર, વહેલી સવારથી 36 તાલુકામાં વરસાદ, સૌથી વધુ આ જીલ્લામાં

10:58 AM Sep 02, 2024 IST | Bhumika
શ્રાવણ માસના અંતિમ દિવસે રાજ્યમાં મેઘમહેર  વહેલી સવારથી 36 તાલુકામાં વરસાદ  સૌથી વધુ આ જીલ્લામાં
Advertisement

ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 3.62 ઈંચ, મોરવા હડફ, આહવા સુબિર, ઉચ્છલ, લુણાવાડા અને લીમખેડામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે આજે અમદાવાદમાં વહેલી સવારથી કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે (બીજી સપ્ટેમ્બર) ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ છે.

Advertisement

જયારે ત્રીજી સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં ભારેથી અતિભારે જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement