શ્રાવણના પ્રથમ સોમવારે મુખ્યમંત્રીએ ભોળેશ્ર્વર મહાદેવના કર્યા દર્શન
04:26 PM Jul 28, 2025 IST | Bhumika
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે ત્યારે તેમણે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરીને પોતાના દિવસના કામકાજની શરૂૂઆત કરી હતી.મુખ્યમંત્રીએ ભગવાન ભોળાનાથના દર્શન પૂજન કરીને સૌ નાગરિકોની શાંતિ, સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
Advertisement
તેમણે ધોળેશ્વર મહાદેવના મહંત રામસ્વરૂૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
ગાંધીનગરના મેયર મીરાં બહેન પટેલે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement