For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સીમંતના દિવસે પતિએ પેટમાં પાટું મારી કહ્યું તારા ઘરેથી બે લાખ લઈ આવ તો જ તને રાખશું

04:25 PM Mar 09, 2024 IST | Bhumika
સીમંતના દિવસે પતિએ પેટમાં પાટું મારી કહ્યું તારા ઘરેથી બે લાખ લઈ આવ તો જ તને રાખશું
  • તું કેસ કરીશ તો હું મરી જઈશ, પતિ ખોટી ધમકી આપતો : સાસરિયાં સામે ફરિયાદ

કુવાડવા રોડ પર અંબિકા રામ શેરી નં. રમાં મામા સાથે રહેતા સૃષ્ટિબેન બાબર (ઉ.વ.24)એ પતિ ચિરાગ, સાસુ આશાબેન, સસરા દશરથ, જેઠ અમીત (રહે. બધા અમદાવાદ) અને નણંદ ઝલક (રહે. નાની રાજસ્થળી, તા. પાલીતાણા) સામે લગ્નના બે મહિનાથી ગાળો દઈ, મારકૂટ કરી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

સૃષ્ટિબેને ફરિયાદમાં જણાવ્યું છે કે,2019માં તે આરોપી સાથે લીવ ઈન રિલેશનનો કરાર કરી રહેતી હતી.બાદમાં 2023માં કોર્ટમાં મેરેજ કરી સંયુક્ત પરિવારમાં રહેવા ગઇ હતી.પતિ દારૂૂ પીને આવતા, સાસરીયાઓએ કાન ભંભેરણી કરતા પતિએ ગાળો દઇ મારકૂટ કરી હતી.નણંદ ઘરે આવે ત્યારે તું તારા માવતરે જતી રહે, મારા ભાઈને તારા કરતાં સારી છોકરી મળી રહેશે કહી ત્રાસ આપતા.જેઠ અને સસરા પણ મેણાટોણા મારતા હતા.પતિએ દારૂૂ પીને સીમંતના બીજા દિવસે પેટમાં પાટુ મારી રૂૂા.બે લાખ લઈ આવ તો જ તને ઘરમાં રહેવા દઈશ,નહીંતર તને અને તારા પેટમાં રહેલા બાળક અને માતા-પિતાને મારી નાખીશ તેવી ધમકી આપતા અમદાવાદ પોલીસમાં અરજી કરી હતી. આરોપી ફોન પર ધમકી આપતો હોય અને પાછળ-પાછળ જતો હોવાથી કંટાળી તે રાજકોટ મામાના ઘરે આવી ગઈ હતી.રાજકોટમાં 20-9-2023ના પુત્રને જન્મ આપ્યો હતો.પરંતુ સાસરીયાઓ ખબર પૂછવા પણ આવ્યા ન હતા.

ગત જાન્યુઆરી માસમાં પતિએ ફોન કરી મારે દીકરાને જોવો છે, તું તેને લઇને ગ્રીન લેન્ડ ચોકડીએ આવ કહેતા તે માતા સાથે દીકરાને લઈ ત્યાં ગઈ હતી. આ સમયે પતિએ તારે આવવું હોય તો આવ, અમે કોઇ સુધરવાના નથી,આ જ રીતે રહેવાના છીએ,મારે છૂટાછેડા જ લેવા છે તેમ કહી ઝઘડો કરી જતો રહેતા અને ફોન કરીને તું કેસ કરીશ તો હું મરી જઇશ તેમ કહેતા કંટાળી સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement