મહાશિવરાત્રિના પાવન પર્વે છોટીકાશીમાં નીકળશે ભવ્ય શિવ શોભાયાત્રા
- સાંજે ચાર વાગ્યે સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી નીકળી નગર ભ્રમણ કરીને યાત્રા મોડી રાત્રે ભીડભંજન મહાદેવ પહોંચશે
- ઉજજૈનની લકકીગુરુનું ડમરુ વાદનનું વૃંદ મચાવશે ધૂમ, ડમરુ વાદનના સમુહની સાથે શંકર અને પાર્વતીની વેશભૂષામાં બે કલાકારો જોડાઇને ડમરુ વાદન કરશે
- શિવ શોભાયાત્રાની પૂર્વ સંધ્યાએ પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભગવો ધ્વજ લહેરાવાશે
- જામનગરના બે અગ્રણી દાતા તથા શ્રાવણ માસ દરમિયાનના શિવભક્તોના સહયોગથી એકત્ર થયેલી નિધિ દ્વારા સમગ્ર આયોજન
હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના ઉપક્રમે છોટીકાશીમાં મહાશિવરાત્રિના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે 43મી શિવશોભાયાત્રાનો સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થયા પછી નગર ભ્રમણ કરી ભીડભંજન મહાદેવ મંદિરે સંપન્ન થશે.જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા 42 વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રિના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે તેતાલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે અને શુક્રવારે યોજાનારી આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં અગિયાર કિલો ચાંદી મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત 18 સંસ્થાના 25 જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે. શિવજીને ત્રિશુલ-ડમરૂૂ-ચંદ્ર-કુંડળ-માળા-જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે જે શોભાયાત્રા નાગેશ્વર મંદિર થી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પૂણ થશે અને મહાઆરતી યોજાશે.
જામનગર શહેર ’છોટી કાશી* ના ઉપનામથી વિશેષ વિખ્યાત છે. શહેર જિલ્લામાં શિવભકતોની સંખ્યા બેસૂમાર છે. જામનગરમાં સ્થાપિત વિવિધ શિવાલયો પણ શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન તેમજ ભાવિકોના શ્રદ્ધા કેન્દ્ર સમા છે. ત્યારે પ્રતિવર્ષ મહાશિવરાત્રિના પર્વની જામનગર શહેરમાં ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે.શિવશોભાયાત્રામાં સ્થાન પામતી શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ શુક્રવારે મહાશિવરાત્રિ પર્વના દિવસે સવારના 10 થી 12 શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને ભગવાનશ્રીની પૂજા શહેરના અગ્રણી દંપતીઓ દ્વારા થશે. ઉપરાંત અન્ય ભાવિકજનો પણ આ પાલખીનું પૂજન - અર્ચન - દર્શન તે જ સ્થળે કરી શકશે. ત્યાર પછી બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખી સિદ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી સાંજે ચાર કલાકે શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે.
સમગ્ર કાર્યક્રમને પાર પાડવા માટે પાલખી સમિતિના સભ્યો એક જ રંગના ધાર્મિક સુત્રોનું ચિત્રણ કરેલ એક સરખા ઝભ્ભા ધારણ કરશે અને ખભે ખેસ તેમજ ઓળખપત્ર સાથે શોભાયાત્રાનું સંચાલન કરશે. ચાંદી મઢીત સાગના લાકડાની વિશાળ પાલખી ઊંચકનારા ભાવિક સભ્યો આઠ કલાક ચાલનારી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ખૂલ્લા પગે જોડાશે.બપોરે સાડા ત્રણ વાગ્યે નાગેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણિક સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થનારી આ શોભાયાત્રા નાગનાથ ગેઇટ, કે.વી.રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, સજૂબા ગર્લ્સ હાઇસ્કૂલ, હેડ પોસ્ટ ઓફીસથી દરબારગઢ, બ્રર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક, ટાઉન હોલ થઇ રાત્રે બાર કલાકે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચશે જયાં રાત્રિના મહાઆરતી પછી શોભાયાત્રા સંપન્ન થશે.
યોજાનારી શિવશોભાયાત્રાના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે. જેના ક્ધવીનર તરીકે પી.એમ. જાડેજા તેમજ સહક્ધવીનર તરીકે મૃગેશભાઈ દવે તથા ધવલભાઈ નાખવાની નિયુકિત કરવામાં આવી છે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજેશ વ્યાસ(મહાદેવ)ના માર્ગદર્શન હેઠળ અનેક શિવભકતો દ્વારા સફેદ રંગના વસ્ત્રો તેમજ સંસ્થાના ઓળખપત્રો તથા કેશરી ખેસ ધારણ કરી શોભાયાત્રાનું સંચાલન કરાશે. જેઓ શોભાયાત્રાના રોકાણ, સંચાલન સાથે સતત શોભાયાત્રા દરમિયાન ખડે પગે જ રહેશે. યાત્રા દરમિયાન ઉદ્ભવનારી સમગ્ર પરિસ્થિતિનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ બનશે. શોભાયાત્રામાં જોડાનારા ત મામ મંડળો અને ચલિત ફલોટ્સ ધારકો પણ આ સંકલન સમિતિના નેજા હેઠળ જ ભાગ લેશે.
આ ઉપરાંત શોભાયાત્રાના માર્ગ પર વિવિધ જ્ઞાતિમંડળો, સેવા સંસ્થાઓ, યુવક મંડળો, ધાર્મિક સંગઠનો, મિત્ર મંડળો, વેપારી મંડળો, અગ્રણી વ્યાપારીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્રનાં વિસ્તારો ધજા-પતાકા, મંડપ, કમાન, રોશનીથી શણગારવામાં આવશે. તેમજ જે તે વિસ્તારમાંથી પસાર થનારી શિવશોભા યાત્રાનું સ્વાગત કરશે. જેમાંના કેટલાક મંડળો દ્વારા પોતાના સ્થાનિક વિસ્તારમાં ઠંડા પીણાં, સરબત, દૂધ કોલ્ડ્રીંકસ, સૂકીભાજીની પ્રસાદીની સમસ્ત ભાવિકજનો માટે સેવા પૂરી પાડશે.
હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા શુક્રવારે યોજાનારી શિવ શોભા યાત્રાના સફળ સંચાલન માટે સંકલન સમિતિની રચના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજની હાજરીમાં કરવામાં આવી હતી, જેના ક્ધવીનર તરીકે પી. એમ. જાડેજા, તેમજ સહ ક્ધવીનર તરીકે મૃગેશભાઇ દવે તથા ધવલભાઇ નાખવાની નિમણૂક કરવામાં આવી હતી તેમજ દિલીપભાઇ આહીર, સંજયભાઇ મુંગરા, જીગરભાઇ રાવલ, પ્રતિકભાઇ ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, રાજેન્દ્રસિંહ સોઢા, રમેશભાઇ વેકરીયા, વિનાયક ઠાકર, ધીમંતભાઇ દવે, માંડણભાઇ કેશવાલા, રાજુભાઇ ભુવા, બ્રીજેશ નંદા, સંદીપ વાઢેર, ભાર્ગવ ઠાકર, નંદલાલ કણઝારીયા, પરેશ પીઠડીયા, રાહુલ જોશી, અશોકભાઇ ઠકકર, મનિષભાઇ સોઢા, સંદિપભાઇ વાઢેર, ચંદ્રવદન ત્રિવેદી, વ્યોમેશ લાલ, કમલેશ પંડયા, દિપક ગાંધી, ભાર્ગવ પંડયા, નિલેશભાઇ આચાર્ય, હેમલ ગુસાણી, કિશનભાઇ ગઢવી, જીમીભાઇ ભરાડ, નિરૂૂભા જાડેજા, મનોજભાઇ પરમાર, અશોકભાઇ બાલસરા, યોગેશભાઇ જોષી, મયુરભાઇ હરવરા, યજુર્વેન્દ્રસિંહ જાડેજા, જીતુભાઇ ગાલા, મિતેષભાઇ મહેતા, ચીરાગ ઓઝા, મહાવિરસિંહ વાળા, યોગેશ ઝાલા, વિપુલભાઇ મંગી, જસ્મીનભાઇ વ્યાસ, દિપેશ કણઝારીયા, પ્રતીક કટેશીયા, નિશ્ચિત પંડયા, ઉમેશભાઇ જોષી, દિવ્યરાજ ચાવડા, પ્રતિક ભટ્ટ, રાજ ત્રિવેદી, ચિરાગ સોની, કાનાભાઇ મેતા, આશીષભાઇ નકુમ, સંદિપભાઇ સોનગરા, ચિરાગ ઝીંઝુવાડીયા, જયદિપસિંહ જાડેજા, દિપકભાઇ પિલ્લઇ, કિશન ફલીયા, રાહુલભાઇ નંદા, જય બખતરીયા, અભી મદાણી, રાહુલ ચૌહાણ, અમર દવે, વૈભવ રાવલ, સંદિપભાઇ સોલંકી, વિશાલભાઇ પંડયા, નિર્મળભાઇ સોલંકી, અજયભાઇ ગોસ્વામી, વગેરેની નિમણુંક કરવામાં આવી છે. જેઓ દ્વારા સમગ્ર શોભા યાત્રાનું સંચાલન કરવામાં આવશે. જુસાભેર તેમજ આસ્થા સાથે જોડાય છે ઉપરાંત અનેક શિવ ભક્તો દ્વારા ભગવાન આશુતોષજીની પાલખીનું પુજન કરાશે અને તેઓ દ્વારા ભગવાન શિવજીને અલગ અલગ 26 જેટલા ચલણી નોટોનો હાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે. જેથી આ વખતની શિવશોભા યાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળશે.
શિવ શોભાયાત્રાના વિશેષ આકર્ષણો
મહાશિવરાત્રિ પર્વે નગરમાં પરિભ્રમણ કરનારી શિવ શોભાયાત્રામાં આયોજક સંસ્થા દ્વારા પ્રતિવર્ષ અવનવા આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. આ વર્ષે સવિશેષ આકર્ષણ ભગવાન શ્રી આશુતોષજીની મુખ્ય પાલખીનું જ રહેશે. કારણ કે, રજતમઢિત પાલખીમાં રજતના શિવજીની મૂર્તિને શુદ્ધ સુવર્ણના અનેક આભૂષણો પરિધાન કરાવવામાં આવશે. શિવ શોભાયાત્રામાં જોડાતી પાલખીમાં બિરાજમાન શિવજીના આશુતોષ સ્વરૃપની પ્રતિમા પ્રત્યેક ભકતજનો વિશેષ આસ્થા ધરાવતા હોય છે. સંપૂર્ણ ચાંદીમાંથી બનાવેલી આ મૂર્તિની સાથે તાજેતરમાં શુદ્ધ સોનાના શિવજીના પરંપરાગત અલંકારો લગાડવામાં આવ્યા છે.
મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટબલ ટ્રસ્ટને ભાવિકો દ્વારા ધરવામાં આવેલી રકમ ઉપરાંત જામનગરના રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના આર્થિક યોગદાનથી સુવર્ણનું ત્રિશૂલ, ડમરું, લલાટમાં ત્રીજું નેત્ર તેમજ શેષનાગ આશુતોષ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે. તદ્ઉપરાંત જામનગરના સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા મસમોટું સુવર્ણનું છત્ર શિવાર્પણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિની સાથે સુવર્ણ મઢીત રૃદ્રાક્ષની માળા તથા કુંડળ પણ અર્પણ કરાયેલા છે, ઉપરાંત સોનાથી મઢીત શિવજીની પાઘડી તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત રજત મઢીત ભગવાન શિવજીનું સિંહાસન પણ તૈયાર કરાયું છે. જેની સાથે સાથે રૃપિયા આઠ લાખના ખર્ચે આશુતોષજી મહાદેવ સુવર્ણ યજ્ઞોપવિત (જનોઇ) તૈયાર કરવામાં આવી છે. શિવશોભા યાત્રામાં સમગ્ર સુવર્ણ અલંકારોથી સજ્જ કરીને આશુતોષજીનું સ્વરૂૂપે દર્શનાર્થે મુકવામાં આવશે, આ શિવરાત્રીએ જામનગરના શિવ પ્રેમી ભકતગણ સુવર્ણ અલંકારોથી સજ્જ શિવજીના દર્શન નિહાળી ગદગદ થશે.