જાથા દ્વારા કાળીચૌદશે ભૂત-પ્રેત, મશાલનું સરઘસ કાઢી મેલીવિદ્યાને અગ્નિદાહ અપાશે
જનજાગૃતિ પત્રિકા વિતરણ સાથે કાળીચૌદશે લોકોને સ્મશાનની મુલાકાત લેવા અપીલ
દેશભરમાં રવિવારે કાળીચૌદશની ઉજવણી અંતર્ગત ભારત જન વિજ્ઞાન જાથાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વડ-વાજડી ગામે અંધશ્રદ્ધા હટાવો, કુરિવાજો સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજયના 34 જિલ્લામાં જનજાગૃતિ પત્રિકા વિતરણનો પ્રારંભ સાથે લોકોને સ્મશાનની મુલાકાત પરિવાર સાથે કરવા અપીલ કરવામાં આવી હતી.
રાજયમાં કાળીચૌદશની શાનદાર ઉજવણી માટે જબરો થનગનાટ જોવા મળે છે. ગામેગામ સ્મશાનમાં જાગૃતો આયોજન કરી જાથાને ટેકો આપશે. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જાગૃતિ પત્રિકા વિતરણ કરતાં જણાવ્યું કે 21 મી સદીમાં માનવીનું વર્તન વ્યવહાર આધુનિક નવનિર્માણ માટે હોવું જોઈએ. કુરિવાજો, અંધશ્રદ્ધા, ચમત્કારો, ગેરમાન્યતાથી સમાજ રાષ્ટ્રને નુકશાન થવાથી તિલાંજલિ આપવાનો સમય છે. કાળીચૌદશે અનાજ-પાણીનો બગાડ થવો જોઈએ નહિ. ચાર ચોકમાં વડા મુકવાની પ્રથા છિન્ન મનોવૃત્તિના દર્શન થાય છે તેને સામુહિક દેશવટો આપીએ. મેલીવિદ્યા, ભૂત-પ્રેત, અગોચર શક્તિ, ચુડેલ-ડાકણ, આસુરી શક્તિ જેનું અસ્તિત્વ જ નથી તેનો ભય-ડર મનમાંથી કાઢી નાખવો જોઈએ.
પત્રિકા વિતરણમાં ગામના સરપંચ મહેન્દ્રસિંહ માધુજી ડાભી, અભેસિંગ જીલુજી ખેરડીયા, ગ્રામ પંચાયતના સદસ્યો, લોકસહકારથી સ્મશાનમાં કાળીચૌદશની ઉજવણી માટે ચર્ચા થઈ હતી. ગામમાં પત્રિકા વિતરણની આગેવાની ગામના સરપંચ મહેન્દ્રસિંહ ડાભી, અભેસિંગ ખેરડીયા, વનરાજસિંહ ડાભી, પ્રવિણસિંહ ખેરડીયા, અનિરૂૂધ્ધસિંહ ડાભી, રાજુભાઈ રાઠોડ, મહિપતસિંહ સોલંકી, મહિપતસિંહ પરમાર, રણજીતસિંહ ખેરડીયા, અશોકસિંહ ડાભી, પ્રવિણસિંહ ડાભી, અશોકસિંહ ખેરડીયા, પ્રવિણસિંહ પથુજી, હનુભા ડાભી, ભાવેશભાઈ રાઠોડ, રમેશભાઈ રાઠોડ, દોલુભા ડાભી, દાનુભા સોલંકી, અમરસંગ સોલંકી, શિવુભા ગોહિલ, વનરાજસિંહ ગોહિલ, વનરાજસિંહ પરમાર, મનસુખભાઈ જોગડીયા, સંજયભાઈ જોગડીયા, વિજયભાઈ ગમારા, ચનાભાઈ ગમારા, નરેશભાઈ જોગડીયા, બાબુભાઈ, બાલુભા પઢીયાર, પ્રભાતસિંહ ડાભી, દેવુભા ખેરડીયા, દિલુભા ખેરડીયા, ગજુભા ખેરડીયા, ધર્મેન્દ્રસિંહ ડાભી, મેરાજી પઢિયાર, બાલાભાઈ પઢીયાર, જીલુભા પરમાર, ટપુભાઈ ખીમાણીયા, કાનજીભાઈ ખીમાણીયા અને ગામના મહિલા મંડળ સહિત આસપાસના ગામોના જાગૃતોએ આયોજનને સફળ બનાવવા તૈયારી આરંભી દીધી છે. પોતાના ગામમાં સ્મશાનમાં આયોજન કરવા ઈચ્છુકોએ મો. 98252 16689 ઉપર સંપર્ક કરવો.