ઓમનગરના યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમા 40 ફુટ રોડ ઉપર આવેલા ઓમનગરમાં રહેતા યુવાને પત્ની સાથે ઝઘડો થતાં મવડી ગામ પાસે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 40 ફૂટ રોડ ઉપર આવેલા ઓમનગરમાં રહેતા ગોપાલ છગનભાઈ મકવાણા નામનો 27 વર્ષનો યુવાન મવડી ગામ પાસે હતો ત્યારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ફીનાઇલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ગોપાલ મકવાણાના બે વર્ષ પહેલાં લગ્ન થયા છે અને પત્ની સાથે નજીવા પ્રશ્ને બોલાચાલી થતા ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં માર્કેટ યાર્ડ પાછળ આવેલ બાપાસીતારામ ચોકમાં રહેતા ઇમરાન કારૂૂભાઈ નારેચા (ઉ.વ.32) અને નવલનગરમાં રહેતા હાર્દિક હિમાંશુભાઈ પડિયાના નામના 30 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર પોતપોતાના ઘરે હતા ત્યારે ફીનાઇલ પી લીધું હતું. બંને યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.