For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોર્ટની સૂચનાથી કામ થાય છે તેવા શબ્દો એફિડેવિટમાંથી દૂર કરો: હાઈકોર્ટ

05:23 PM Feb 24, 2024 IST | Bhumika
કોર્ટની સૂચનાથી કામ થાય છે તેવા શબ્દો એફિડેવિટમાંથી દૂર કરો  હાઈકોર્ટ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં બે બ્રિજ આવેલા છે, જે 100-125 વર્ષ જૂના છે. આ બ્રિજ મહારાજા ભગવતસિંહજીના સમયમાં બાંધવામાં આવ્યા હતા. એની ખરાબ હાલતને લઈને ગોંડલના યતીશ દેસાઈ દ્વારા એડવોકેટ રથીન રાવલ મારફત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી, જેની ઉપર વધુ સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ હાથ ધરાઈ હતી.

Advertisement

કોર્ટના છેલ્લા નિર્દેશો મુજબ રાજ્ય સરકારે કોર્ટને માહિતગાર કરી હતી કે બંને હેરિટેજ બ્રિજના રિપેરિંગ સાથે સંકળાયેલા દરેક ડિપાર્ટમેન્ટની સાથે મિટિંગ મળી હતી. એમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, રાજકોટ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, ચીફ ઓફિસર ગોંડલ, ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ-ઈંગઝઅઈ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં પ્રાઇવેટ સંસ્થા દ્વારા અપાયેલા ઉઙછ - ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ પર ચર્ચા થઈ હતી, પરંતુ વર્તમાન ઉઙછ મુજબ બ્રિજની હેરિટેજ વેલ્યુ જાળવી શકાશે નહિ. આથી હવે ઉઙછએ ઈંઈંઝ રૂૂરકી એ અન્ય પક્ષોની સાથે રહીને તૈયાર કરશે. ઉઙછ તૈયાર થતાં 3થી 4 મહિના લાગશે.

હેરિટેજ વેલ્યુથી બ્રિજ રિપેરિંગ થયા બાદ પણ એની ઉપર ફક્ત હળવાં વાહનો જ પસાર થઈ શકશે. ઉઙછ તૈયાર થયા બાદ રિપેરિંગ ટેન્ડર માટે 2 મહિનાનો સમય લાગશે અને 1 વર્ષ જેટલો સમય રિપેરિંગમાં જશે. ભારે વાહનોએ હાલમાં 10થી 12 કિલોમીટર ફરીને જ જવું પડશે. સરકાર અહીં બે નવા બ્રિજ પણ બનાવશે, જેના માટે પ્રાઇવેટ જમીન મેળવવા માટે કવાયત હાથ ધરી છે. નવા બે બ્રિજ બનતાં 2 વર્ષ જેટલો સમય લાગશે. આ નિર્ણય રાજ્યના અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો છે.

Advertisement

જોકે સરકારની એફિડેવિટમાં કોર્ટનાં સૂચનો પ્રમાણે કામ થતું હોવાનું જણાવતાં કોર્ટે વાંધો લીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે અમારાં અવલોકનો મુજબ નહિ, તમારા અનુભવથી કામ કરો. કોર્ટ પર બધું ઢોળી દો નહિ. કોર્ટના મોઢામાં શબ્દો મૂકો નહિ, તમારી રીતે નિર્ણય લો. જેથી કોર્ટની સૂચનાથી સરકારી એફિડેવિટમાં કોર્ટ દ્વારા અપાયેલાં સૂચનો મુજબ કામ થઇ રહ્યું છે, એવા શબ્દો દૂર કરાશે.
કોર્ટે આજે હુકમ કરતાં નોધ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી, ઈંગઝઅઈ, રોડ અને બિલ્ડિંગ વિભાગ, રાજકોટ કલેક્ટર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, ગોંડલ નગરપાલિકા ચીફ ઓફિસર, હેરિકોન ક્ધસલ્ટન્સી મુંબઈ વગેરેની મિટિંગ મળી હતી, જેનો ઉદ્દેશ બે હેરિટેજ બ્રિજને રિપેર કરવાનો હતો. આ મિટિંગમાં નિર્ણય લેવાયો કે હેરિકોનના ઉઙછ મુજબ બ્રિજ રિપેર કરવામાં આવશે તો હેરિટેજ વેલ્યુ જળવાશે નહિ.

Advertisement
Tags :
Advertisement
Advertisement