ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

OMG, હેલ્મેટ ન પહેરનાર યુવકને 10 લાખનો મેમો

02:14 PM Mar 26, 2025 IST | Bhumika
Advertisement

અમદાવાદના યુવાનને 10 લાખ 500નો મેમો મળતા પરિવારજનોની ઊંઘ હરામ, પોલીસ કમિશનરને રજૂઆત

Advertisement

હેલ્મેટ વગર વાહન ચલાવવું એ કાયદાનું ઉલ્લંઘન છે અને તેના માટે દંડની જોગવાઈ છે. પરંતુ, અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા એક યુવકને હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ 10 લાખ રૂૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો છે, જેણે સૌને ચોંકાવી દીધા છે.

બનાવ એવો છે કે વસ્ત્રાલના એક યુવકને સરખેજ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્રાફિક પોલીસે મેમોનો મેસેજ આપ્યો હતો.જ્યારે યુવકે મેમોનો મેસેજ જોયો તો તેના હોશ ઉડી ગયા, કારણ કે તેમાં દંડની રકમ 10 લાખ 500 રૂૂપિયા લખેલી હતી. આટલી મોટી રકમનો મેમો જોઈને યુવક અને તેના પરિવારજનોની ઊંઘ હરામ થઈ ગઈ.

યુવકને આટલી મોટી રકમનો મેમો આવવા બદલ કોર્ટમાં જવું પડી શકે છે. જો કે, આટલી મોટી રકમ ભરવી યુવક કે કોઈ પણ મધ્યમ વર્ગના નાગરિક માટે અશક્ય છે, તેથી તેણે પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરી અને પોતાની પરિસ્થિતિ જણાવી હતી. યુવકે વિનંતી કરી કે આ મેમોમાં કોઈ ભૂલ હોવી જોઈએ અને તેની તપાસ થવી જોઈએ.
અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા 22 વર્ષના હડિયા અનિલને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ 10 લાખ 50 હજારનો મેમો આવતા પરિવારના હાજા ગગડ્યા છે.

વકીલાતનો અભ્યાસ કરતો યુવક ગત વર્ષે જુલાઇમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એકટિવા પર હેલ્મેટ વિના જઈ રહ્યો હતો, ત્યારે ફરજ પરના ટ્રાફિક જવાનએ તેને રોકી લાયસન્સ માંગીને કાર્યવાહી કરેલ તેના પંદરેક મિનિટના ગાળામાં મોબાઈલ પર નિયમભંગનો મેસેજ આવેલ. જોકે ઓઢવ પોલિસ દ્વારા ગત માસે પોલિસ ચોકી માથી બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યુવક જ્યારે મેટ્રો કોર્ટમાં જતા તેઓ ને મેટ્રો કોર્ટની વેબસાઈટ જોતા આ નિયમભંગને લઈ ને 10 લાખ 50 હજારનો મેમો જોઈ પરિવાર ચિંતામાં મુકાયો. ગત જુલાઈથી કોર્ટ કચેરીના અનેક વાર ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે આજે શાહીબાગ કમિશ્ર્નર કચેરી એ રજુઆત કરવા આવ્યા છે.
સામાન્ય રીતે હેલ્મેટ ન પહેરવા બદલનો દંડ 500 થી 1000 હોય છે, પરંતુ આ કેસમાં 10 લાખથી વધુ રકમનો મેમો આવતા અનેક સવાલો ઉભા થયા છે. શું ટ્રાફિક પોલીસ દ્વારા મેમો બનાવવામાં કોઈ ભૂલ થઈ છે ? કે પછી આ કોઈ અન્ય પ્રકારનો કેસ હોય શકે છે ? હાલમાં આ અંગે પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Tags :
AhmedabadAhmedabad newsgujaratgujarat newshelmetmemo
Advertisement
Next Article
Advertisement