જૂના ટીપી ડ્રાફટ શંકાસ્પદ : રી-માપણી કરી રેકર્ડ તૈયાર કરવા આદેશ
જૂના ટીપી ડ્રાફટ શંકાસ્પદ : રી-માપણી કરી રેકર્ડ તૈયાર કરવા આદેશ
રાજકોટ શહેરના વિકાસ માટે નવી નવી ટીપી સ્કીમો મંજૂર કરવામાં આવી રહી છે. ડ્રાફટ તૈયાર કરતી વખતે જમીન માલિકો અને રોડ રસ્તા સહિતાન મુદે અસંમજતા થતી હોય છે. જેમાં કયારેક ખેડૂતોને અન્યાય પણ થતો હોવાનું બહાર આવ્યું છે. જેના લીધે ડ્રાફટ મંજૂર થયા બાદ ટીપી ફાઇનલ થતા આ મુદ્દો ફરી વખત હાથ ઉપર લેવામાં આવતો નથી જેથી મહાનગર પાલિકાએ તમામ જૂના ડ્રાફટ અને વિકાસ યોજનામાં નવો સર્વે તથા માપણી અને ડીમાર્કેશન સંબંધીત કામગીરી માટે રૂા.5 કરોડના ખર્ચે ખાનગી એજન્સી પાસે કામ કરાવવામાં આવશે જે અંગે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
શહેરમાં છેલ્લા થોડા વર્ષો દરમિયાન નવી ટીપી સ્કીમો માટેના ડ્રાફટ તૈયાર કરી મંજૂરી અર્થે સરકારમાં મોકલવામાં આવ્યા છે. જેમાં અગાઉ પૂર્વ ટીપીઓ સાગઠીયા દ્વારા કરવામાં આવેલ ડ્રાફટમાં રી-ચેંકિગના આદેશ થયા હતા અને હવે બાકી રહે ગયેલ ડ્રાફટ તેમજ વિકાસ યોજના વિસ્તારમાં ડીજીપીએસ મશીનથી માપણી કરી ડીમાર્કેશન કરવાની પ્રક્રિયા મહાનગરપાલિકાએ હાથ ધરી છે. જેના લીધો સાર્વજનીક પ્લોટ તેમજ રોડ રસ્તા માટે ફાળવવામાં આવેલ તમામ જમીનોની ફરીથી માપણી કરી બેઝમેપ તૈયાર કરી ફાઇલન ટીપી માટે રજૂ કરવામાં આવશે. એજન્સી દ્વારા આર.એમ.સી. દ્વારા સૂચવેલ DGPS ક્ધટ્રોલ પોઈન્ટથી નવા ક્ધટ્રોલ પોઈન્ટ, એક નગર રચના યોજનમાં બે થી ત્રણ, માપણી શાખાના અધિકારીના સૂચવ્યા મુજબ મુકવાના રહેશે. ઉૠઙજ-પોઈન્ટ ઓછામાં ઓછા 2 કલાક અને DGPS -રોવરમાં ઓછામાં ઓછા એક કલાકનો સમયગાળો સ્ટેટિક પદ્ધતિથી રીડીંગ લેવા માટે રાખવાનો રહેશે. ઉપરોક્ત સર્વે માટેના ક્ધટ્રોલ પોઈન્ટને DGPS રીપોર્ટ લોકેશન સ્કેચ સાથે કોર્ડીનેટમાં રજુ કરવાના રહેશે.
કોન્ક્રીટ પથ્થર 300 x 300 X 750 MM ઉપર100 X 100MM ની 4 MMની MS પ્લેટ સાથે સાઈટ પર બનાવવાના રહેશે. બધી એજન્સીઓ ઓથોરીટી દ્વારા સૂચવેલ DGPS થી આગળ કામગીરી કરવાની રહેશે જેથી બધા ડ્રોઈંગના જીઓ રેફરન્સ મળી રહે. માપણી વિસ્તારના ગ્રાઉન્ડ લેવલની વિગતો સી.એસ.વી ફોર્મેટમાં આપવાની રહેશે. ટ્રાવર્સની ચકાસણી આર.એમ.સી.ના અધિકૃત અધિકારી/ કર્મચારી દ્વારા થયા બાદ જ આગળની માપણીની કાર્યવાહી કરવાની રહેશે. સૂચિત વિસ્તારના દરેક રે.સર.નં/બ્લોક નંબરોની માપણી હયાત બાંધકામ સહિત કરવાની રહેશે. જેમાં ટી.પી સ્કીમ બાઉન્ડ્રીને લાગુ આવતા 2-2 રે.સર્વે /બ્લોક નં. તથા લાગુ નગર રચના યોજનાની દરખાસ્ત થયે હોય અથવા ગામતળના રોડ નેટવર્ક સહિતની માપણી અને મેળવળી કરવાની રહેશે.
બેઝ મેપ તૈયાર કરવા બાબત. દરેક રે.સર્વે નં.બ્લોક નં.નો સર્વે કરી, ક્લાસીફાઈડ રસ્તા, સ્થાપિત ગાડા માર્ગ, પગદંડી, ફેન્સીંગ, કમ્પાઉન્ડ વોલ, હયાત બાંધકામ સોસાયટીના આંતરિક રસ્તા, ખાનગી રસ્તા સહિતના તમામ હયાત રસ્તા નામ સહિત દર્શાવી તથા જુદા જુદા માળખાગત બાંધકામો જેવા કે પાણી વિતરણ વ્યવસ્થાનું મકાન, ચેમ્બર અને ગટર લાઈનના મેન હોલ સુએજ પપીંગ સ્ટેશન, ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઈન(પોલ, જંક્શન બોક્ષ. ડી.પી બોક્ષ અને લાઈનની ક્ષમતા (કે.વી.), ટેલીફોન લાઈનના થાંભલા, કમ્યુનિકેશન ટાવર, ગેસ વિતરણ/ઓ.એન.જી.સી લાઈનના સ્ટોન, રેલ્વે લાઈન, ઝાડ, ઈતિહાસિક સ્મારકો, બગીચા, તળાવ, નદી, નાળા, કેનાલ, કુવા, ધાર્મિક બાંધકામ તથા દેરી પ્રકારના બાંધકામો, બોરવેલ તથા પંપ રૂૂમ વિગરે જાહેર હેતુ માટેના મકનોના બાંધકામની માપણી ડી.જી.પી.એસ થી કરી એનોટેશન અને વેલ્યુ સહિતની વિગતવાર માહિતી સહિતનો બેઝ મેપ તયાર કરી સોફ્ટ કોપી સહિત જમા કરવાની રહેશે.
દબાણો દૂર થશે કે કેમ?
મહાનગરપાલિકા દ્વારા નવા ટીપી ડ્રાફટ સહિતના વિસ્તરોમાં ડીજીપીએસ મશીનથી માપણી કરી નગર રચના યોજનાઓ માટે બેઝમેપ બનાવવાની તેમજ વિકાસ યોજના વિસ્તારમાં સર્વે માપણી અને ડીમાર્કેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના માટે રૂા.5 કરોડનો ખર્ચ કરવામાં આવશે દર વર્ષ અથવા અમૂક સમયે આ પ્રકારની કાર્યવાહી કરી રીર્પોટ તૈયાર કરાય છે. પરંતુ સાવજનીક પ્લોટ પર થયેલા દબાણો માપણી દરમિયાન ધ્યાન આવ્યા હોવા છતા આજે પણ અનેક દબાણો યથાવત જોવા મળી રહ્યા છે. ત્યારે રીમાર્કેશન થયા બાદ દબાણો દૂર થશે કે કેમ તે જોવાનુ રહ્યું.