કાળીપાટના વૃદ્ધનો પગના દુખાવાથી કંટાળી આપઘાત
પૌત્ર સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે દાદાનો મૃતદેહ લટકતો’તો
કાળીપાટમાં રહેતાં વૃધ્ધે ઘરની ઓસરીમાં આવેલી આડીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પંદર વર્ષનો પૌત્ર નિશાળેથી છુટીને ઘરે આવ્યો ત્યારે દાદાને લટકતાં જોતાં થરથરી ગયો હતો.
મળતી વિગતો મુજબ, કાળીપાટ રહેતાં ગોવિંદભાઇ જીવરાજભાઇ મકવાણા (ઉ.વ.65) નામના વૃધ્ધે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ 108 મારફત થતાં આજીડેમ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
આપઘાત કરનાર ગોવિંદભાઇ પાંચ બહેન અને ચાર ભાઇમાં બીજા હતાં. સંતાનમાં પાંચ પુત્રી અને એક પુત્ર છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. કેટલાક સમયથી પગનો દુ:ખાવો થઇ ગયો હોઇ સારવાર દવા કરાવવા છતાં ફેર ન પડતો હોઇ અને હવે ચાલવામાં પણ ખુબ તકલીફ થતી હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું ખુલ્યું હતું.આ ઘટનામાં જ્યારે તેમના પૌત્ર જ્યારે સ્કૂલેથી છુટીને ઘરે આવ્યા ત્યારે દાદા લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.આ મામલે એએસઆઇ જે. કે. કુરીયાએ કાર્યવાહી કરી હતી.