પ્રદર્શન મેદાનમાં ચાલતી કામચલાઉ બસ સ્ટેન્ડની કામગીરી અંતિમ ચરણોમાં
જામનગરના 54 વર્ષ જૂના અને જર્જરિત એસટી ડેપોને તોડીને નવા આધુનિક બસ સ્ટેન્ડનું નિર્માણ કરવાની કામગીરી શરૂૂ થાય તે પહેલાં, મુસાફરોની સુવિધા માટે એસટી તંત્ર દ્વારા પ્રદર્શન મેદાનમાં કામચલાઉ બસ સ્ટેન્ડ બનાવવાની તૈયારીઓ આખરી ચરણમાં છે. વહિવટી તંત્ર દ્વારા એસટી તંત્રને 10 હજાર ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી છે અને વર્ક ઓર્ડર મળતાં જ આ કામગીરી શરૂૂ કરવામાં આવશે.
નવા બસ સ્ટેન્ડ માટે 14.48 કરોડ રૂૂપિયાના ખર્ચે બે માળની આધુનિક ઇમારત બનાવવાનું આયોજન છે. આ ઇમારતમાં 13 પ્લેટફોર્મ, 17 દુકાનો, શૌચાલયો, રેસ્ટ રૂૂમ, વેઇટિંગ રૂૂમ, પાણીના પરબ, ટ્રાફિક ક્ધટ્રોલ રૂૂમ, બુકિંગ ઓફિસ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. જામનગરના મુસાફરોને હવે રાજકોટ, સુરત, અમદાવાદ જેવા શહેરોના આધુનિક બસ સ્ટેન્ડ જેવી સુવિધા, જુના એસટી ડેપોને તોડીને નવા બસ પોર્ટનું નિર્માણ કરવા પહેલા એસટી તંત્ર દ્વારા વહિવટી તંત્રએ પ્રદર્શન મેદાનમાં ફાળવેલી 10 હજાર ચોરસ મીટર જગ્યામાં કામચલાઉ બસ ડેપો બનાવવાની તૈયારી થઈ ચુકી છે. વડી કચેરી દ્વારા વર્ક ઓર્ડર મળ્યે આ સ્થળે વહેલીતકે કામગીરી ચાલુ કરીને પુરી કર્યા બાદ મુસાફરોએ પ્રદર્શન મેદાન ખાતેથી બસમાં બેસવા-ઉતરવાનું રહેશે. 1970ની સાલમાં નિર્માણ પામેલા જામનગરના એસટી ડેપોની 54 વર્ષ જુની જર્જરિત ઈમારતના સ્થાને રૂૂ. 14.48 કરોડના ખર્ચે નવી આધુનિક બે માળની ઈમારતના મંજુર થયેલા પ્રોજેક્ટનું ખાતમુહુર્ત તા. 14/3/2024ના રોજ થયું હતું. જે બાદ એસટી તંત્ર દ્વારા જિલ્લા વહિવટી તંત્ર પાસે નવા ડેપો ગ્રાઉન્ડ પ્લસ-વન: 3375 ચોરસ મીટરમાં બાંધકામ થશે.
નવા ડેપોનું બાંધકામ ગ્રાઉન્ડ પ્લસ વન એમ બે માળમાં 3375 ચોરસ મીટરમાં થશે જેમાં 13 પ્લેટફોર્મ, 17 દુકાનો, શૌચાલયો, લેડીઝ-જેન્ટસ ક્ધડક્ટર-ડ્રાઈવર રેસ્ટ રૂૂમો તેમજ 7લ્પ ચોરસ મીટરમાં બસના વેઈટીંગ માટે સીટીંગની, વેઈટીંગ રૂૂમ, પાણીના પરબ, ટ્રાફીક ક્ધટ્રોલ રૂૂમ, બુકીંગ ઓફીસ, પુછપરછ બારી સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
વૈકલ્પિક જગ્યાની માંગણી કરવામાં આવી હતી. તેથી જિલ્લા કલેક્ટરના હુકમથી એક રૂૂપિયાના ટોકન દરે એસટી તંત્રને પ્રદર્શન મેદાનમાં 10 હજાર ચોરસ મીટર જગ્યાની ગત ઓક્ટોબર માસમાં ફાળવણી કરી દેવામાં આવી હતી. જે અંગે વિભાગીય એસટી નિયામક બી. સી. જાડેજા જણાવે છે કે, હંગામી એસટી ડેપો માટેની જગ્યા નિશ્વિત થઈ ચુકી છે. આ કામગીરી કરવા માટેનો વર્ક ઓર્ડર એસટી નિગમની વડી કચેરી ખાતેથી નજીકના દિવસોમાં રીલીઝ થઈ જશે. તેથી પ્રદર્શન મેદાનમાં ઝડપથી હંગામી ડેપો ઉભો કરવાની કામગીરી શરુ કરીને પુરી કરાશે. જે બાદ કામચલાઉ ધોરણે એસટી ડેપો નવા સ્થળે ચાલુ થશે અને બીજી તરફ નવા આધુનિક બસ પોર્ટના પ્રોજેક્ટનું કામ તુરંત શરુ કરવામાં આવશે. જે પુર્ણ થયે જામનગરને પણ રાજકોટ, સુરત, અમદાવાદ, બરોડા જેવા બસ પોર્ટની સુવિધા મળશે. જે મુસાફરો અને એસટી સ્ટાફને રાહત આપશે.