For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોસ્પિટલના શૌચાલયમાં હાર્ટએટેકથી વૃદ્ધનું મોત, વેપારી ઘરમાં જ ઢળી પડ્યા

05:42 PM Mar 11, 2024 IST | Bhumika
હોસ્પિટલના શૌચાલયમાં હાર્ટએટેકથી વૃદ્ધનું મોત  વેપારી ઘરમાં જ ઢળી પડ્યા
  • ડ્રેસિંગ કરાવવા ગયા ત્યારે શૌચાલયમાં ઢળી પડ્યા : સવારથી સાંજ સુધી મૃતદેહ અંદર રહ્યો

હાર્ટએટેકના બનાવ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજે વધુ બે બનાવમાં વૃદ્ધ અને વેપારી યુવાનના હાર્ટએટેકથી મોત નીપજ્યા હતા. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે આવેલ સદભાવના હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જાહેર શૌચાલયમાં હાર્ટ એટેક આવતા વૃધ્ધનું મોત નિપજ્યું છે. અટીકા ફાટક પાસે રહેતા વૃધ્ધ પગમાં ડ્રેસીંગ કરાવવા બાદ ઢળી પડ્યા હતાં અને સવારથી સાંજ સુધી મૃતદેહ શૌચાલયમાં રહ્યા બાદ જાણ થઈ હતી. જ્યારે આનંદ નગર કોલોનીમાં રહેતા વેપારી યુવાન ઘરમાં જ ઢળી પડતા તેનુ મોત નીપજયુ હતો.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ અટીકા વિસ્તારમાં આહીર ચોક પાસે આવેલ શ્રધ્ધા પાર્ક શેરી નં. 4માં એકલા જ રહેતા રમેશભાઈ પાગજીભાઈ કરગથરા (ઉ.વ.60)નામના વૃધ્ધ ઘઈ કાલે ગાંંધીગ્રામમાં જીવંતીકા નગર 1 માં રહેતા તેના બહેન અનીલાબેન વડગામાના ઘરે ગયા હતા તેમને પગમાં ઈજાથઈ હોવાથી ડ્રેસીંગ કરાવવા માટે રામાપીર ચોકડી પાસે આવેલી સદભાવના હોસ્પિટલમાં ગયા હતા જ્યાં હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બાથરૂમ જવા માટે જાહેર શૌચાલયમાં ગયાં હતાં જો કે, તેઓને અંદર જતા કોઈએ જોયા ન હતા બાદમાં સાંજે કોઈએ શૌચાલયનો ઉપયોગ કરવા જતાં દરવાજો અંદરથી બંદ હોય અને ખખડાવવા છતાં નહી ંખોલતા હોસ્પિટલના સ્ટાફને જાણ કરી હતી દરવાજો તોડતા અંદરથી વૃધ્ધ બેભાન મળી આવ્યા હતાં.

108ના સ્ટાફે વૃધ્ધને મૃત જાહેર કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા હેડ કોન્સ. ભગીરથસિંહ ખેરે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખ સેડ્યો હતો. જ્યાં ફોરેન્સીક પીએમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઈ અને બે બહેનમાં વચેટ અને અપરણિત હતાં તેને હાર્ટ એટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

Advertisement

જ્યારે બીજા બનાવમાં કોઠારીયા રોડ પર દેવપરા શાક માર્કેટ પાસે આનંદ નગર કોલોનીમાં રહેતા અને ભક્તીનગરમાં લેપટોપ શો-રૂમ ધરાવતા વેપારી યોગેશભાઇ કમલેશભાઇ ચૂડાસમા (ઉ.વ.29) આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત નીપજ્યુ હતુ. હાર્ટએટેકના કારણે મોત નિપજયાનુ જણાવવા મળ્યુ છે. આ અંગે ભક્તિનગર પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement