For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેકબોન મેડિસિટી હોસ્પિટલના તબીબોની બેદરકારીથી વૃધ્ધનું મોત

04:37 PM Mar 29, 2024 IST | Bhumika
બેકબોન મેડિસિટી હોસ્પિટલના તબીબોની બેદરકારીથી વૃધ્ધનું મોત
  • રૂા.10 હજાર લઇ એડમિટ કર્યા, 24 કલાક ન થઇ ત્યાં વધુ રૂા.60 હજાર માગ્યા: મૃતકની પુત્રીનો આક્ષેપ
  • માલવિયાનગર પોલીસમાં કરેલી અરજીમાં રૂપિયા પડાવવાનો કરેલ આક્ષેપ
  • તબીબોની બેદરકારીથી વૃધ્ધનું મોત નિપજતા ભારે દેકારો મચ્યો છે. પ્રથમ તસવીરમાં જે હોસ્પીટલ સામે આક્ષેપ થયા છે તે હોસ્પિટલ, બીજી તસવીરમાં આક્ષેપો કરનાર મૃતકની પુત્રી સહિતનો પરિવાર અને ઈન્સેટ તસવીરમાં મૃતક વૃધ્ધ નજરે પડે છે.

શહેરના નાનામવા રોડ પર આવેલી બેકબોન મેડિસીટી હોસ્પિટલનાં તબીબોની બેદરકારીથી ઉપલેટાનાં એક વૃધ્ધનું મૃત્યુ થયાનો આક્ષેપ થયો છે. મૃતકની પુત્રીએ તબીબોએ વધુ રૂપિયા પડાવવાનો ખેલ રમી પિતાનો જીવ લીધો હોવાનો આક્ષેપ કરતી અરજી કરીને કસુરવાર તબીબો સામે પગલા ભરવા માલવિયાનગર પોલીસ સમક્ષ માંગ કરી છે.

Advertisement

બનાવની મળતી વિગતો મુજબ સત દેવિદાસપરા, ઢાંક માર્ગ ઉપલેટામાં રહેતા મનસુખભાઇ સોમાભાઇ જારેરા (ઉ.વ.60)ને શ્ર્વાસ અને બ્લડ પે્રસરની સારવાર સબબ, શહેરનાં નાનામવા રોડ પરની બેકબોન મેડીસીટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.અહીં ઇમરજન્સી વિભાગમાં ડોે.સિધ્ધાર્થભાઇ દ્વારા મનસુખભાઇની સારવાર શરૂ કરાઇ હતી. બીપીનું લેવલ સુધારવાનું કહી મનસુખભાઇને આઇસીયુ વોર્ડમાં શિફટ કરાયા હતાં.

Advertisement

આઇસીયુમાં ડો.યતિન સવસાણી, ડો.રાજ વ્યાસ, ડો.ઉમંગ ગોસ્વામિ વિગેરે તબીબોની સારવાર વચ્ચે મનસુખભાઇનું ગણતરીની કલાકોમાંજ મૃત્યુ થતાં જારેરા પરીવારનાં શોક છવાયો હતો.
દુ:ખની વાત સાથે પરીવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે મનસુખભાઇનાં શ્ર્વાસ બંધ થઇ ગયા હોવા છતાં હાઇડોઝના ઇન્જેકશન દ્વારા ટ્રીટમેન્ટ ચાલુ હોવાનું જણાવીને ઉપરોકત તબીબોએ દર્દી મનસુખભાઇનાં પરિવારજનોને આઇસીયુ વોર્ડ બહાર તગેડી મૂકયાં હતાં.

મૃતક મનસુખભાઇની સુશિક્ષિત, એડવોકેટ પુત્રી સુમિતાબેને એવો આક્ષેપ કર્યો હતો કે તેણીના પિતાને બેકબોન મેડીસીટી હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે રૂા.10 હજાર અપાયા હતાં અને અમુક કલાકોની એટલે 24 કલાક પહેલાંજ વધુ રૂા.60,000 માંગીને હોસ્પિટલના ડોકટરોએ માનવતા નેવે ચડાવી હતી. ટૂંકમાં માંગેલા પૈસા ન મળતા તબીબોએ સારવારમાં બેદરકારી દાખવી હોવાનો સુમિતાબેને આક્ષેપ કર્યો હતો.

સારવારનું બિલ ન ચૂકવવા દર્દીના સ્વજનોનો પ્રયાસ: તબીબો

બીજી બાજુ સુમિતાબેનના આક્ષેપોની સત્યતા જાણવા બેકબોન મેડીસીટી હોસ્પીટલનાં તબીબોએ ગુજરાત મિરરને જ્ણાવ્યું હતું કે મનસુખભાઇની સારવારનું રૂા.53-54 હજાર જેટલું બીલ ન ચુકવવા ખોટા આક્ષેપો કરાયા છે. મૃતક દર્દીનાં પરિવારજનોએ યોગ્ય સહકાર પણ ન આપ્યો હોવાનો વસવસો તબીબોએ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે સતત ધાકધમકીની ભાષામાં વાત કરતા હતા તેમજ પોલીસ સાથે પણ રફ વર્તન કર્યું હતું.આ ઉપરાંત યુવતીએ તેના પિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ નહીં કરાવવ પણ હઠાગ્રહ કર્યો હતો અને તબીબોએ પી.એમ. કરાવવા આગ્રહ કરતા વધુ ઉગ્ર માથાકુટ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement