For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓખા-રાજકોટ લોકલ ટ્રેન ગુરુવાર સુધી તાત્કાલિક કેન્સલ

04:57 PM Jul 09, 2024 IST | Bhumika
ઓખા રાજકોટ લોકલ ટ્રેન ગુરુવાર સુધી તાત્કાલિક કેન્સલ
Advertisement

રાજકોટ ડિવિઝનમાં આવેલા ઓખા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ની લંબાઈ વધારવા માટે એન્જિનિયરિંગ અને ટ્રેક્શન વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે, જેના કારણે 12 જુલાઈ, 2024 સુધી કેટલીક ટ્રેનોને અસર થશે. ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ લોકલ અને ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા લોકલ તાત્કાલિક અસર થી 11/07 સુધી રદ રહેશે. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસર થી 11 સુધી ભાવનગર થી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 09 થી 12 સુધી સુરેન્દ્રનગર થી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ 9 ના રોજ માર્ગ માં 2 કલાક અને ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસ 11.07.2024 ના રોજ માર્ગ માં 40 મિનિટ મોડી થશે. ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂૂ કરવા રેલવે દ્વારા સુચન કરવામા આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement