ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન તા.4 એપ્રિલથી તા.12 મે સુધી રદ
- વેકેશનના મહિનામાં જ સુવિધા બંધ થતા મુસાફરો મૂંઝવણમાં
શાળાઓમાં પરીક્ષાઓ પુર્ણ થતાની સાથે જ વેકેશનનો માહોલ છવાયો છે અને લોકો અત્યારથી બહાર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છે. ટ્રેન, બસમાં બુકીંગો અત્યારથી જ કરી રહ્યા છે ત્યારે રેલવે દ્વારા ઓખા ગોરખપુર એકસપ્રેસ તા.12મે સુધી રદ કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા વેકેશનના સમયગાળામાં જ મહત્વની ગણાતી ઓખા- ગોરખપુર એકસપ્રેસ ટ્રેન રદ કરી નાખવામાં આવતા મુસાફરો પણ મુંઝવણમાં મુકાયા છે. ઉતરપ્રદેશમાં ધામિક અને પર્યટન સ્થળો સૌથી વધારે હોય લોકો ત્યાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે. અચાનક ટ્રેન રદ કરતા મુસાફરોની મુંઝવણમાં વધારો થયો છે. પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 07.04.2024, 14.04.2024, 21.04.2024, 28.04.2024, 05.05. 2024 અને 12.05. 2024 ના રોજ રદ રહેશે. તેમજ ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 04.04.2024, 11.04. 2024, 18.04.2024, 25.04. 2024, 02.05.2024 અને 09.05.2024 ના રોજ રદ રહેશે.