ચીઝ-બટરમાં તેલની મિલાવટ: પાંચ વેપારીને રૂા.1.70 લાખનો દંડ
મનપાના ફૂડ વિભાગ દ્વારા ગત માસે લેવામાં આવેલ ખાદ્ય પદાર્થના સેમ્પલ પૈકી ચીઝ-બટર અને ઘી માં તેલની મીલાવટ લેબ રિપોર્ટમાં બહાર આવતા પાંચ વેપારીને રૂા.1.70 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. તથા અલગ અલગ 19 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી સંત કબીર રોડ પર ગજાનંદ જોધપુર ચાઇનીઝ એન્ડ પંજાબીમાંથી 25 કિલો અખાદ્ય લોટ, પનીર, સોસ, મનચ્યુરન સહિતનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપર નાશ કરી પેઢીને નોટીસ પાઠવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા નેપલ્સ ફૂડઝ, બ્લોક નં.188, પૃથ્વી એસ્ટેટ, 2-ચંદ્રપાર્ક, બિગબજારની બાજુમાં, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામેથી ચીઝનો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં ટેસ્ટ ફોર ફોરેન ફેટ ધારા ધોરણ કરતાં વધુ તથા તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જેથી પેઢી માલીકને રૂા. 70 હજારનો દંડ તથા ધ સેન્ડવીચ અડ્ડા(ફૂડ ટ્રક), વિરાણી સ્કૂલ ગ્રાઉન્ડ, હેમુ ગઢવી હોલ પાસે, ટાગોટ રોડ, રાજકોટ મુકામેથી બટર (લુઝ)નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક સોલીડ નોટ ફેટની માત્રા ધારાધોરણ કરતાં વધુ તથા મિલ્ક ફેટની માત્રા ધારાધોરણ કરતાં ઓછી તેમજ જયતફળય ઘશહ ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. આથી પેઢીને રૂા. 35 હજારનો દંડ તથા મહેશ કુંજ, રણછોડનગર -5 કોર્નર, વેકરીયા રોડ, રાજકોટ મુકામેથી શુધ્ધ ઘી (લુઝ)નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમા ની માત્રા ધારાધોરણ કરતાં ઓછી તથા ની માત્રા ધારાધોરણ કરતાં વધુ તેમજ ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ), તીલ ઓઇલ અને ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. પેઢીને રૂા.25 હજારનો દંડ તથા અંકુરનગર મે. રોડ, મવડી પ્લોટ, રાજકોટ મુકામે આવેલ પેઢી "ક્રિષ્ના ડેરી ફાર્મ"ના માલિક પાસેથી માલવિયાનગર પોલીસ સ્ટેશન, રાજકોટ માંથી "શુધ્ધ ઘી (લુઝ)"નો નમુનો લેવામાં આવેલ. પેઢીને રૂા.25 હજારનો દંડ તથા ડીલાઇટ આઇસ્ક્રીમ, ગઢીયા એસ્ટેટ, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, મહાદેવવાડી મેઇન રોડ, રાજકોટ મુકામેથી "પાન મસાલા ફલેવર્ડ આઇસ્ક્રીમ (લુઝ)"નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો "સબસ્ટાન્ડર્ડ" જાહેર થયેલ. પેઢીને રૂા.15 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.