For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પદાધિકારીઓનું દળકટક રામનાથપરામાં ત્રાટક્યું, મંદિરમાં સફાઇ કરાવી ફોટા પડાવ્યા, રોડ ઉપર ગંદકીના ગંજ યથાવત્

03:47 PM Aug 31, 2024 IST | admin
પદાધિકારીઓનું દળકટક રામનાથપરામાં ત્રાટક્યું  મંદિરમાં સફાઇ કરાવી ફોટા પડાવ્યા  રોડ ઉપર ગંદકીના ગંજ યથાવત્

શહેરમાં સતત પાંચ દિવસ સુધી મુસળદાર વરસાદ વરસતા શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. આજીડેમ ઓવરફ્લો થતા નદીના પાણીની સાથો સાથ કચરો-કાદાવ રામનાથ મહાદેવ મંદિરમાં ભરાઇ જતા પદાધિકારીઓ સહિતનો કાફ્લો આજે સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પર્યાવરણ વિભાગ સહિતના અધિકારીઓને સુચના આપી રામનાથ મહાદેવ મંદિરની સાફ સાફઇ શરૂ કરાવી હતી. પરંતુ મંદિરની આસપાસના વિસ્તારોમાં ખડકાયેલા ગંદકીના ગંજ યથાવત જોવા મળ્યા હતા અને આ ગંદકી ફોટો પડાવવા માટે ગયેલા પદાધિકારીઓના ધ્યાને ન આવી હોય તેમ ફક્ત મંદિર પરીસરની સફાઇના આદેશ આપી કાફ્લો પરત ફરીયો હતો. જેની નોંધ અનેક ભક્તોએ લઇ મંદિરની આજુબાજુના કચરા મુદ્દે કચવાટ વ્યક્ત ર્ક્યો હતો.

Advertisement

ભારે વરસાદના પગલે આજીડેમ ઓવરફ્લો થતા ધસમસતા નીર નદીના પટ્ટમાં ફરી વળ્યા હતા. વર્ષોથી નદીના પટ્માં ઠલવાતો કચરો અને ગંદા પાણી પ્રવાહ સાથે ભળી નદીની વચ્ચો વચ્ચ બીરજમાન રામનાથ મહાદેવ મંદિરમાં એકઠા થયા હતા. દર વર્ષે આજી નદીના પાણી દ્વારા મહાદેવને જલાભિષેક થતો હોય છે જેના કારણે ભક્તોમાં અનેરો ઉત્ત્સાહ જોવા મળતો હોય છે. પરંતુ પાણી ઓસરી ગયા બાદ મંદીરની દુર્દસા જોઇને ભક્તોના હૃદય દ્રવી ઉઠતા હોય છે. જેના કારણે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મંદિરની સાફસાફઇ દર વર્ષે કરવામાં આવતી હોય છે.

ફક્ત મંદિર જ સાફ હોવું જોઇએ તેવી નીતિ આપનાવી અધિકારીઓ અને પદાધિકારીઓ સ્થળ મુલાકાત લઇ ફોટોસેશન કરી પરત ફરી જાય છે. તેવુ આ વખતે પણ જોવા મળ્યું છે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓનો કાફ્લો આજે રામનાથ મહાદેવ મંદિર ખાતે સવારમાં પહોંચી ગયો હતો. સાથ રહેલા પર્યાવરણ વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને મંદિરની સફાઇ કરવાના આદેશ આપી પરત ર્ફ્યો હતો. પરંતુ મંદિરની આજુબાજુમાં જામેલી ગંદકી આ લોકોને નજરમાં ન આવી હોય તેવું ભક્તોને લાગ્યું હતું.

Advertisement

રાજકોટ શહેરમાં તા.24/08/2024થી તા.28/08/2024 દરમ્યાન પડેલ ભારે વરસાદને કારણે આજી-1 ડેમ ઓવરફલો થતાં આજી નદીમાં ઘોડાપુર આવેલ. આ પુરના કારણે આજી નદીમાં આવેલ સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં મોટા પ્રમાણમાં કચરો આવતા મંદિર પરિસરમાં ગંદકી થયેલ હતી.

ગત તા.30/08/2024થી મંદિર પરિસર આસપાસ પાણીના વહેણ ધીમા પડતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે મંદિર પરિસરની સંપૂર્ણ સઘન સફાઈ કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમો કાર્યરત કરવામાં આવેલ. આ ટીમમાં 50 સફાઈ કર્મચારીઓ, 2-જે.સી.બી. અને ડમ્પર દ્વારા મંદિર પરિસર આસપાસ આવેલ કચરાના ઢગલા, ગાંડી વેલ, પ્લાસ્ટિક વગેરે સહિત 50 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ.
આ સઘન સફાઈ ઝુંબેશ કામગીરીની રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, વિધાનસભા-69ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજા, પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ, પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, સંજયસિંહ રાણા, જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, અગ્રણી જીતુભાઈ મહેતા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ-કમર્ચારીઓ વગેરેએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ પદાધિકારીઓ દ્વારા જરૂૂર જણાયે સફાઈ કર્મચારીઓ તથા સાધન સામગ્રી વધારી આ સફાઈ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

પરંતુ મંદિરની આજુબાજુ લાગેલા ગંદકીના થર સાફ કરવાની સૂચના આપતા જોવા મળ્યા ન હતા. પરિણામે પર્યાવરણ વિભાગના અધિકારીઓ જ પોતે નિર્ણય લઇ મંદિરની આજુબાજુની ગંદકી સાફ કરે તેવું ભક્તજનો કહી રહ્યા હતા. કારણ કે, આદેશ આપતી વખતે બધુ જ કહેવું ફરજિયાત હોતું નથી જેના પરિણામે અનેક વખત અધિકારીઓને સંભાળવું પડતું હોય છે. આથી સંભાવત મંદિરની આજુબાજુનું કચરો પણ પર્યાવરણ વિભાગ સાફ કરશે. તેવું લાગી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement