રામનાથ મંદિરની આસપાસની સફાઇની સમીક્ષા કરતા પદાધિકારીઓ
મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષનેતા, શાસક પક્ષ દંડક સાથે અધિકારીઓની જોઇન્ટ વિઝિટ: શ્રધ્ધાઓની સુરૂચિ ભંગ ન થાય માટે વ્યવસ્થા જાળવવા અધિકારીઓને સૂચના
રાજકોટ શહેરના વર્ષો જુના પૌરાણીક અને પવિત્ર સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા અગાઉ ડિસેમ્બર 2023 દરમ્યાન સ્થળ મુલાકાત લઇ સદરહુ સ્થળ આસપાસ તાત્કાલિક ધોરણે સફાઇ ઝુંબેશ હાથ ધરવા લગત અધિકારીઓને સુચના આપેલ. સાથોસાથ લાખો લોકોની શ્રધ્ધા જોડાયેલ હોય તેવા આ સ્થળની પવિત્રતા જળવાય તે માટે સમયાંતરે નિયમિતપણે સઘન સફાઇ કરવા પણ સુચના આપેલ હતી.
આજરોજ સદરહુ સ્થળની સ્વચ્છતાનું નિરીક્ષણ કરવા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા સહિતના પદાધિકારીઓ તથા વોર્ડ નં.7ના કોર્પોરેટરઓ દેવાંગભાઇ માંકડ, વર્ષાબેન પાંધી તેમજ જયશ્રીબેન ચાવડા મુલાકાત લેવામાં આવેલ. આ સમયે સબંધકર્તા અધિકારીઓ આસીસ્ટન્ટ કમિશનર એસ.જે. ધડૂક, સીટી એન્જીનીયર (સેન્ટ્રલ ઝોન) અતુલભાઇ રાવલ, પર્યાવરણ ઇજનેર પ્રજેશભાઇ સોલંકી, આરોગ્ય અધિકારી જે.એલ. વંકાણી, સીટી એન્જીનીયર (રોશની) બી.ડી.જીવાણી, સહિતના અધિકારીઓ તથા સબંધકર્તા વિભાગના કર્મચારીઓને સાથે રાખી જોઇન્ટ વિઝીટ કરવામાં આવેલ હતી.
જે દરમ્યાન સ્થળ તથા આસપાસના વિસ્તારની સફાઇ વ્યવસ્થા તેમજ ચોમાસાની ઋતુને અનુલક્ષીને જરૂૂરી બાબતો અંગે સમિક્ષા કરવામાં આવેલ હતી. સાથોસાથ ચોમાસા દરમ્યાન પાણી ભરાવા સમયે પણ ઉક્ત સ્થળે સુચારૂૂ વ્યવસ્થા જળવાઇ રહે અને આ પવિત્ર સ્થળની મુલાકાતે આવનાર શ્રધ્ધાળુઓની સુરૂૂચિ ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા જરૂૂરી વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુચના આપેલ. આ સમયે ભાજપ અગ્રણી જીતુભાઇ મહેતા, સંદિપભાઇ ડોડીયા તેમજ સ્થાનિકો પણ ઉપસ્થિત રહેલ.
આ સ્થળે જરૂૂરી સ્વચ્છતા જળવાઇ રહે તે સહિતની વ્યવસ્થા અંગે આગામી સમયમાં પણ પદાધિકારીઓ દ્વારા સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.