For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાના મધ્યાહ્ન ભોજનની રસોઈની ગુણવત્તા ચકાસતા અધિકારીઓ

05:48 PM Jun 30, 2025 IST | Bhumika
મનપાના મધ્યાહ્ન ભોજનની રસોઈની ગુણવત્તા ચકાસતા અધિકારીઓ

રાજ્ય સરકારનો શિક્ષણ મહાકુંભ એટલે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના બીજા દિવસે રૂૂટ નં. 1 થી 12 માં 36 અને શહેરની ગ્રાન્ટેડ માધ્યમિક 6 શાળાઓ સાથે જોડાયેલ શાળાઓમાં બાલદેવો ના કિલ્લોલ સાથે ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં બાલવાટીકામાં 1149 બાલદેવો, ધો. 1, ના 275 કુમાર અને 305 ક્ધયાઓ મળી કુલ 580 બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. આંગણવાડીમાં 528 કુમાર અને 485 ક્ધયાઓ મળી કુલ 1013 બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો.

Advertisement

તેમજ સાથો સાથ 15 (પંદર) ક્ધયાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ કરવામાં આવેલ. બાળકો પોતાના જીવનમાં શિક્ષણ માટેનું પ્રથમ પગથીયું મુક્તાની સાથે જેને એક અવસર તરીકે ઉજવવામાં આવે અને તેનો ઉત્સાહ વધારવા, પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ તકે ગાંધીનગરથી શાળા પ્રવેશોત્સવમા પધારેલા રમઝાન જાફરાની (ઉપસચિવ, ઇન્ડસ્ટ્રીઝ માઈન્સ વિભાગ) રાજકોટ ખાતેના સેન્ટ્રલાઇઝ્ડ મધ્યાહન ભોજન કેંદ્રની મુલાકાત લઈ બાળકોને પિરસવામા આવતા ભોજનની ગુણવત્તાની સમીક્ષા કરી હતી. તેમજ કિચનમાં રસોઇ કઈ રીતે તૈયાર કરવામા આવે છે તેનો બારિકાઈથી અભ્યાસ કરેલ શનિવારે, રૂૂટ નં. 1 થી 12 માં એસ.આર.પી. (ઘંટેશ્વર), ઘંટેશ્વર પ્રા શાળા, Sch No - 90, Madhapar, .(mhkh-g, Sch No 98, Sch No 15, Sch No - 72, Sch No -8, Sch No - 11, G.T. HIGH SCHOOL FOR GIRLS, Sch No - 88, Sch No - 93, Sch No 95, Jay Bharat, Vavdi Pri School, Sch No 52, Sch No 20B, Sch No 63, VIR SAVARKAR VIDHYALAYA, Sch No 13, Sch No 14, Sch No 61, Sch No - 49B ખાતે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો.
સમગ્ર ત્રિ-દિવસીય ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન શરૂૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂૂમ ખાતે કર્મચારીઓ જરૂૂરી માહિતી સાથે જવાબદારી સંભાળી રહ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement