For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાના કર્મચારીઓના વિરોધ સાથે ઓફિસોને તાળાબંધી

03:37 PM Dec 13, 2023 IST | Bhumika
મનપાના કર્મચારીઓના વિરોધ સાથે ઓફિસોને તાળાબંધી

કર્મચારી યુનિયન દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે રામધૂન બોલાવી ડેપ્યુટી કમિશનરને આવેદન આપવા ગયા પરંતુ વિજિલન્સે અટકાવતા વિફરેલા કર્મચારીઓએ ઓફિસો બંધ કરાવી, અંતે 3 કલાક બાદ હડતાળ સમેટાઈ

Advertisement

મ્યુનિસિપલ કમિશનરે સમય આપતા યુનિયનની ધારદાર રજૂઆત ‘અમને ધક્કા કેમ માર્યા’ તેમ કહેતા કમિશનરે ઊભા થઈને ચાલતી પકડી

મહાનગરપાલિકાના કર્મચારી યુનિયને વિવિધ પડતર પ્રશ્ર્ન મુદ્દે આંદોલનના મંડાણ કર્યા છે. જે અંતર્ગત આજરોજ વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓએ બપોરે 11 વાગ્યે સેન્ટ્રલઝોન કચેરી ખાતે રામધુન બોલાવી ડે. કમિશનર હાય હાયના નારા લગાવી આવેદન પાઠવવાની કોશીષ કરી હતી. પરંતુ વીજીલન્સે તેમને અટકાવતા કર્મચારી મંડળ દ્વારા દરેક વિભાગમાં પહોંચી કામ કરતા કર્મીઓને ઉભા કરી ઓફિસોને બંધ કરાવી હતી. તે સમયે કોર્પોરેશન કચેરીમાં તણાવ વ્યાપી ગયો હતો. છતાં યુનિયને પોતાની માગણી પુરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવો રાગ આલપ્યો હતો.

Advertisement

આજે સવારથી ચાલેલા હડતાળ આંદોલન બાદ તંત્રએ પણ તાબળતોડ નોડલ ઓફિસરની નિમણૂક કરીને દર માસના પ્રથમ શનિવારે યુનિયન અગ્રણીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા હાથ ધરવાની ખાતરી આપતા અંતમાં હડતાળ સમેટાઈ હતી. મહાનગર પાલિકાના કર્મચારીઓનાં પ્રશ્ર્નો તાકિદે ઉકેલવાનો કમિશનરનો આદેશ હોવા છતાં આ બાબેત સંબંધિત અધિકારીઓએ કોઇ કાર્યવાહી ન કરતા આ વાતના વિરોધમાં આજે બપોરે 11:30 વાગ્યે, રોષિત કર્મચારીઓ કમિશનરની ચેમ્બર પાસે રામધૂન બોલાવી આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદનાં મહામંત્રી મૌલેશ વ્યાસ તેમજ પ્રેરિત જોષીએ જણાવ્યુ હતું કે, મનપાના હિતના પ્રશ્ર્નો 30મી નવેમ્બર સુધીમાં હલ કરવા અગાઉ મ્યુ.કમિશનરે સંબંધિતોને આદેશ કર્યો હતો. પણ સંબંધિત અધિકારીઓએ કમિશનરના આ આદેશને જાણે અભેરાઇ પર ચડાવી દીધો હોય, તેમ કોઇ કાર્યવાહી ન કરતાં તમામ કર્મચારીઓમાં રોષ છવાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓની માંગણીઓની ટુંકી વિગત કર્મચારીઓના ભરતી બઢતીના પ્રશ્નોના નિરાકરણ હેતુ પગાર સુધારણા કમિટીની રચના સને 2017 માં થયેલ હોવા છતા કમિટીની મીટીંગ થતી ન હોવાના પ્રશ્ન બાબતે, કર્મચારી યુનીયનો સાથે પ્રશ્નોના યોગ્ય નિરાકરણ હેતુ દરેક માસના પ્રથમ શનિવારે મીટીંગ રાખવાનું નક્કી થવા છતા સને 2023 માં એક પણ મીટીંગ થયેલ ન હોવાના પ્રશ્ન બાબતે, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ કામગીરી કે જેમાં ઓવરટાઇમ ચુકવવાનો થતો હોય તેમાં મુખ્ય ચોક્ક્સ શાખાના કર્મચારીઓને ફરજ સુપ્રત કરવામાં આવતી હોય તેમ જણાવ્યું હતું. મહાનગરપાલિકાની અન્ય કામગીરી કે કાર્યક્રમો જેમાં કોઇ નાણાકીય લાભ મળવાપાત્ર ન હોય તેમાં ચોક્ક્સ મુખ્ય શાખા સિવાય અન્ય તમામ શાખાઓને ફરજ સુપ્રત કરવામાં આવતા અન્યાય બાબતે, કર્મચારીઓની મેડીકલ પોલીસી માં આર્થીક સહાયમાં વધારો કરવા બાબતે અથવા તમામ કર્મચારીઓને કેશલેસ કાર્ડની સુવિધા તેમજ વર્ગ 4 ના કર્મચારીઓને જુથ વિમાનો લાભ આપવા બાબતે કર્મચારીઓની આવાસ યોજના પ્રશ્ન બાબતે. કર્મચારીઓના પગાર ફિક્સેશન ના પ્રશ્નોના નિરાકરણ અંગે.

ચુટણી કામગીરીમાં ચુંટણીની કામગીરી સોંપવામાં આવે ત્યારે વર્ગ-3 ના કર્મચારીઓને પોલીંગ ઓફીસરના બદલે પ્રીસાઇડીંગ ઓફીસર તેમજ બુથ લેવલ ઓફીસરની કામગીરીની તકલીફો અને વિસંગતતા દુર કરવાના પ્રશ્ન બાબતે. આ સિવાય અન્ય નાના મોટા અગાઉ રજુ કરાયેલ પરંતુ ઘણો સમય વિતી જવા છતા હજુ સુધી પેન્ડીંગ રહેલ પ્રશ્નોના નિરાકરણ સહિતના મુદ્દે આજે રામધુન બોલાવી વિરોધ કર્યો હતો છતાં ડે. કમિશનરે મળવાનો સમય ન ફાળવતા હવે ફરી વખત આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ચાલુ નોકરીએ આંદોલન થઈ શકે કે કેમ? : ભારે ચર્ચા
મનપાના કર્મચારી યુનિયન દ્વારા આજે વિવિધ પડતર પ્રશ્ર્ને રામધુન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ વિરોધ પ્રદર્શનમાં ન આવનાર અને અરજદારોના કામમાં મસગુલ રહેતા કર્મચારીઓને પણ તેમના વિભાગોમાંથી બહાર કાઢી વિભાગને તાળાબંધી કરવામાં આવતા આ મુદ્દે રોષ સાથે ચર્ચા જાગી છે કે, આજના વિરોધ પ્રદર્શનમાં સામેલ થનાર તમામ કર્મચારી અધિકારીઓ કાયમી છે. અને સરકારના નિયમ મુજબ કોઈપણ કામ માટે મંજુરી એટલે કે રજા લેવી જરૂરી હોય છે. પરંતુ આંદોલન કરતી વખતે આજે બેથી ત્રણ કલાકનો સમય બગાડવામાં આવ્યો અને તેની રજા મુકેલ છે કે કેમ તે અંગે કચેરીમાં ભારે ચર્ચા જાગી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement