ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાણીકાપ ટાળવા પદાધિકારીઓના ગાંધીનગરમાં ધામા

06:03 PM Mar 11, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ અને સમય આપશે તો મુખ્યમંત્રીને કરશે રજૂઆત

રાજકોટ શહેરના 5.30 લાખ મિલ્કતોને પીવાનું પાણી પુરુ પાડવા માટે આજી-1, ન્યારી-1, ભાદર ડેમ અને ઢાકી ખાતેથી પાઈપલાઈન મારફતે બેડી ખાતે નર્મદાનીર મંગાવવામાં આવી રહ્યા છે. ઉનાળાની શરૂઆતે જ મોટાભાગના પાણીના સ્ત્રોત ડુકી જતાં નર્મદાનીર માંગવામાં આવેલ જે અંતર્ગત આજી-ન્યારીમાં સૌનીના નર્મદાનીર ઠલવવાનું ચાલુ છે.

પરંતુ રિપેરીંગ કામ માટે ઢાંકી ખાતેથી નર્મદાનીર સપ્લાય બંધ કરવાના હોય બેડી ખાતે મળતું 135 એમએલડી પાણી મળી શકે તેમ ન હોય પાણીકાપનો ભય ઉભો થયો છે. જેનો રસ્તો કાઢવા માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નેતાઓ આજે ગાંધીનગર ખાતે દોડી ગયા છે. ત્યાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને સમય મળશે તો મુખ્યમંત્રીને પણ પાણીના નવા આયોજન અંગે રજૂઆત કરશે.

રાજકોટ શહેરની દૈનિક જરૂરિયાત 395 એમએલડી છે. જેની સામે આજી-1 ડેમમાંથી 130 એમએલડી અને ન્યારી-1 ડેમમાંથી 140 એમએલડી અને ભાદર ડેમમાંથી 35 એમએલડી અને બાકીનું 135 એમએલડી બેડી ખાતેથી ઉપાડવામાં આવી રહ્યું છે. આજી-1 અને ન્યારી-1 ડેમ ખાલી થઈ જતાં હાલમાં સૌની યોજનાના નર્મદાનીર ઠલવવામાં આવી રહ્યા છે અને બન્ને ડેમ છલોછલ ભરી દેવામાં આવશે. પરંતુ ઢાંકી ખાતે લીકેજ અને સુએજનું કામ કરવાનું હોય આગામી તા. 24થી નર્મદાનીરની તમામ સપ્લાય બંધ કરવામાં આવશે. જેના લીધે બેડી ખાતે પાઈપલાઈન મારફતે દરરોજ આવતું 135 એમએલડી પાણી મળી શકશે નહીં આથી આટલી મોટી ઘટ પુરી થઈ શકે તેમ ન હોય ભરઉનાળે પાણીકાપ ઝીંકવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થતાં મહાનગરાપલિકાના પદાધિકારીઓ અને સંગઠનના હોદેદારો રાજકોટ શહેરનો પાણીકાપ ટાળવા માટે આજે સવારે ગાંધીનગર ખાતે રવાના થયા હોવાનું જાણવા મળેલ છે. ત્યાં તેઓ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મળી પાણીના નવા આયોજન અંગે રજૂઆત કરશે. તેમજ જો સમય આપવામાં આવશે તો મુખ્યમંત્રીને પણ મળનાર હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ શહેરને વર્ષોથી આજી-1 અને ન્યારી-1 ડેમ મારફતે પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. સમય જતાં વસ્તી વધવાની સાથે પાણીની માંગ વધતા હાલ પાણીની જરૂરિયાત 400 એમએલડી સુધી પહોંચી ગઈ છે. જેના લીધે બેડી ખાતે 135 એમએલડી પાઈપલાઈન મારફતે નર્મદાનીર મગાવવામાં આવે છે. અને આજી, ન્યારી, ભાદર તેમજ બેડી સહિતના ચાર સ્થળેથી પાણી વિતરણ કરી દૈનિક જરૂરિયાત પુરી કરવામાં ાવી રહી છે.

બેડી ખાતે મળતું 135 એમએલડી પાણીનું વિતણ ઈસ્ટઝોનના મોટાભાગના વિસ્તારોમાં કરવામાં આવે છે. જે બંધ થાય તો ઈસ્ટઝોનના 6 વોર્ડને મોટી ઈફેક્ટ પડે તેવું લાગી રહ્યું છે. ત્યારે ઈમરજન્સી લાઈન મારફતે અલગ અલગ વોટરવર્કસ ખાતેથી વિતરણ કરવામાં આવે તો પણ પાણી પુરુ પડે તેમ ન હોય પાણીકાપ ફરજિયાત ઝીંકવો પડે તેવો ભય ઉભો થતાં આજે પદાધિકારીઓ ગાંધીનગર ખાતે દોડી ગયા છે.

 

નજીકના ડેમમાં જોડાણ આપી વિકલ્પ શોધાશે
રાજકોટ શહેરની 395 એમએલડી પાણીની જરૂરિયાતમાં બેડી ખાતે નર્મદાનીર બંધ થનાર હોય 135 એમએલડીનું મોટુ ગાબડુ પડવાનું છે. જેના લીધે પાણીકાપ ફરજિયાત ઝીંકવો પડે તેવી સ્થિતિ ઉભી થયેલ છે. પદાધિકારીઓ અને સંગઠનના હોદેદારો આજે ગાંધીનગર પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરવા દોડી ગયા છે. કોર્પોરેશન દદ્વયારા તૈયાર કરવામાં આવેલ પ્લાન મુજબ પાઈપલાઈન મારફતે નર્મદાનીર મળનાર નથી. જેના લીધે સૌની યોજના અંતર્ગત ડેમમાં ઠલવાતા પાણીમાંથી નજીકના કોઈપણ ડેમમાં જોડાણ આપી પાઈપલાઈનથી પાણી ચાલુ કરી બેડી સુધી પહોંચતુ કરવામાં આવે તેવો વિકલ્પ રાખવામાં આવ્યો છે. છતાં ગાંધીનગર ખાતે પુરવઠા મંત્રીને મળ્યા બાદ નર્મદાનીર કેવી રીતે મળે તે અંગેનો નિર્ણય લેવાશે.

Tags :
GANDHINAGARGANDHINAGAR NEWSgujaratgujarat newswater
Advertisement
Next Article
Advertisement