For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અધિકારી, કચેરી અને ટોલનાકા બાદ નકલી શાળા પકડાઇ!

04:26 PM Feb 28, 2024 IST | Bhumika
અધિકારી  કચેરી અને ટોલનાકા બાદ નકલી શાળા પકડાઇ
  • કાગળ પર શાળા બતાવી અને આરટીઈ અંતર્ગત વિદ્યાર્થી દીઠ ગ્રાન્ટ મેળવી લેવાનું કારસ્તાન: વિધાનસભામાં શિક્ષણમંત્રીએ આપેલી માહિતીથી શિક્ષણ જગતમાં ખળભળાટ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. જેમાં નકલી કચેરી, અધિકારી ઝડપાઈ ચુક્યા છે હવે નકલી શાળા પણ ચાલતી હોવાનો સ્વીકાર વિધાનસભાના સત્રમાં સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો આ શાળા ગીર સોમનાથ જિલ્લાના ગઢડા તાલુકાના ધોકડવામાંથી પકડવામાં આવી છે. જેમાં આરટીઈ અંતર્ગત છાત્રો ન હોવા છતાં રેકર્ડ પર શાળા સરૂ રાખી ગ્રાન્ટ વસુલવામાં આવતી હતી.

Advertisement

ગુજરાત વિધાનસભાના સત્રમાં માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા જૂનાગઢ ને ગીર સોમનાથ જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગેરકાયદે ચૂકવણી બાબતે પ્રશ્ર્ન પુછતા શિક્ષણમંત્રી દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2023-24માં ચાલુ શૈક્ષણિક સત્રથી એક શાળા ગીરગઢડા તાલુકાના ધોકડવામાં આવેલ સ્વામીનારાયણ વિદ્યાલયમાં વિદ્યાર્થી ન હોવા છતાં રેકર્ડ પર શાળા ચાલુ બતાવી આરટીઈ હેઠલ બે છાત્રો દિઠ રૂા. 4400 લેખે રૂા. 8800નું ચુકવણું શાળાને કરવામા આવેલ છે.

આ અંગે વધુ જણાવ્યું હતું કે, ઉપરોક્ત ગેરરિતી સામે આવતા સરકાર દ્વારા સંસ્થાને નોટીસ આપી નાણા સરકારમાં ચલણથી ભરાઈ કરાવેલ છે ને શાળામાં અન્ય કોઈ વિદ્યાર્થી ન હોય માટે વર્ગો બંધ કરી માન્યતા રદ કરવાની કાર્યવાહી હાલ પ્રક્રિયા હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં નકલીનો રાફડો ફાટ્યો છે. રાજ્ય સરકારના નામે કચેરીઓ, અધિકારીઓ, ઝડપાઈ ઘણા વર્ષોથી ચાલતી આ ગેરરીતીઓ પ્રકાશમાં આવતા લોકો પણ સરકારની નિતિ સામે સવાલ ઉઠાવી રહી છે. ત્યારે શિક્ષણમાં પણ ગેરરિતી સામે આવી છે અને નકલી સાળાને ગ્રાન્ટની ચુકવણી પણ કરવામાં આવી હતી. ત્યારે શુ સ્થળ તપાસ કરાઈ નહીં હોય, કોઈ અધિકારી રૂબરૂ નિરિક્ષણ કરવા નહીં ગયા હોય? તેવા સવાલો લોકો કરી રહ્યા છે.

Advertisement

અંધકારમય શિક્ષણ : લાયકાત વગરના 348 શિક્ષકો શાળામાં કાર્યરત
શિક્ષણ મંત્રી દ્વારા તાજેતરમાં જ એક નિવેદન આપવામાં આવ્યું ચે. જેમાં લાયકાતને જ પ્રધાન્ય આપવામાં આવશે તેવું જમાવ્યું હતું. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ અમદાવાદની 105 શાળામાં 348 શિક્ષકો લાયકાત વગર અભ્યાસ કરાવી રહ્યા હોવાનું ખુદ શિક્ષણમંત્રીએ વિધાનસબામાં સ્વીકાર્યુ છે જેમાં અમદાવાદ શહેરમાં જ આ આંકડો 219 જેટલો છે. ત્યારે આ આંકડા માત્ર મદાાદ જિલ્લાના છે. ત્યારે અન્ય જિલાલાનો આંકડો ક્યાં પહોંચશે તેવી ચર્ચા વિધાનસભા પરિસરમાં થઈ રહી છે.

સરકારના આંકડા ભ્રામક કે ટેટ પાસ ઉમેદવારોનો દાવો ખોટો ?
શિક્ષકોની ભરતી બાબતે પશ્ર્ન પુછતા શિક્ષણમંત્રીએ વિધાનસભામાં આંકડાકીય માહિતી જાહેર કરી હતી જેમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની માહિતી આપતા જણાવ્યું હતું કે, 2023માં ટાટ પાસ કરેલા 5277ની માધ્યમિક અને 3071ની ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી કરવામાં આવી હતી. માધ્યમિક 25,880 અને ઉચ્ચતરમાં 16,894 ફરજરત છે જો કે તેની પહેલા જાહેર કરાયેલા આંકડામાં એક પણ ભરતી નહી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારોએ તાજેતરમાં જ ભરતી કરવા આંદોલન છેડ્યું હતું તેથી સરકારના આંકડા ભ્રમિક છે કે ુમેદવારોનો દાવો ખોટો છે તેવા સવાલ પણ થઈ રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement