બજરંગવાડીમાં ઓરિસ્સાના યુવાનનું હાર્ટએટેકથી મોત
રાજકોટમા વધુ એક યુવાનનો હૃદય રોગના હુમલાએ ભોગ લીધો છે. જામનગર રોડ પર બજરંગવાડીમા રહેતા ઓરિસ્સાના યુવાનનુ હાર્ટ એટેકથી મોત નીપજયુ છે. જયારે પીએફ કચેરીના કલાર્કનુ બિમારી સબબ મૃત્યુ નીપજયુ છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ ઓરિસ્સાના વતની અને હાલ બજરંગવાડીમા સંજયનગર 1 મા રહેતા ઇશાન બાબુલાલ બિભાર (ઉ.વ. 3ર) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જયા ફરજ પરના તબીબે હાર્ટ એટેકથી મોત નીપજયાનુ જણાવ્યુ હતુ. પ્રાથમિક તપાસમા મૃતક બે ભાઇ અને ચાર બહેનમા વચેટ અને મજુરી કામ કરતો હોવાનુ તથા સંતાનમા બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.
જયારે બીજા બનાવમા સાધુ વાસવાણી રોડ પર રહેતા અને પીએફ કચેરીમા કલાર્ક તરીકે ફરજ બજાવતા જીલુભાઇ રૂપસિંગ ચૌહાણ (ઉ.વ. 38) આજે સવારે પોતાના ઘરે બિમારી સબબ બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલમા ખસેડાતા તેમનુ મોત નીપજયુ હતુ પ્રાથમિક તપાસમા જીલુભાઇ ચાર ભાઇમા નાના અને સંતાનમા એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. મગજમા પાણી ભરાઇ જવાની બિમારીથી મોત નીપજયુ હતુ.